નવી દિલ્હી: આવકવેરા વિભાગે 12 ઓક્ટોબર, 2021ના રોજ અનેક રાજ્યોમાં સ્થિત બે સમૂહોમાં તલાશી અને જપ્તી અભિયાનની શરૂઆત કરી હતી. પ્રથમ ગ્રુપ ડિજિટલ માર્કેટિંગ અને કેમ્પેન મેનેજમેન્ટ સાથે સંકળાયેલ છે જેમાં સુરત, બેંગલુરુ, ચંડીગઢ અને મોહાલીમાં સ્થિત સાત પરિસરોમાં સર્ચ ઓપરેશન ચલાવવામાં આવ્યું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રાપ્ત થયેલા વાંધાજનક પુરાવાઓથી ખ્યાલ આવે છે કે સમૂહ એક એન્ટ્રી ઓપરેટરનો ઉપયોગ કરીને એકોમોડેશન એન્ટ્રીઝ પ્રાપ્ત કરવા સાથે સંકળાયેલ છે. એન્ટ્રી ઓપરેટરે હવાલા ઓપરેટરોનાં માધ્યમથી સમૂહની રોકડ અને બીનહિસાબી આવકના હસ્તાંતરણને સુગમ બનાવવાની વાત સ્વીકારી છે.


ખર્ચને વધારીને તથા મહેસૂલની ઓછી આવકની માહિતી આપવામાં આવી હોવાની જાણ થઈ છે. આ સમૂહ બીનહિસાબી રોકડની ચૂકવણીમાં સામેલ હોવાનું જાણવા મળ્યું છે. એવું પણ જોવામાં આવ્યું કે ડાયરેક્ટર્સ દ્વારા વ્યક્તિગત ખર્ચને બૂક ઓફ અકાઉન્ટ્સમાં વ્યવસાયિક ખર્ત તરીકે નોંધવામાં આવ્યા છે. એવું પણ જોવા મળ્યું છે કે ડાયરેક્ટર્સ અને તેમના પરિજનો દ્વારા ઉપયોગમાં લેવાતા વિલાસિતાપૂર્ણ વાહનોની કર્મચારીઓ તથા એન્ટ્રી પ્રોવાઈડર્સના નામે ખરીદી કરવામાં આવી છે.

સપનાનું ઘર, ગાડી લેવી થઇ સસ્તી! આ બેન્કએ Home-Auto Loan કરી સસ્તી


જે બીજા સમૂહની તલાશી લેવામાં આવી છે, તે નક્કર વેસ્ટ મેનેજમેન્ટમાં કે જેમાં નક્કર કચરાનો સંગ્રહ, પરિવહન, પ્રોસેસિંગ તથા નિકાલ સેવાઓ સામેલ છે, તેની સાથે સંકળાયેલ છે અને મુખ્યત્વે ભારતીય નગરપાલિકાઓને સેવા આપે છે.


તલાશી દરમિયાન, વિવિધ વાંધાજનક દસ્તાવેજો, ખુલ્લા કાગળો તથા ડિજિટલ પુરાવાઓ જપ્ત કરવામાં આવ્યા છે. પ્રાપ્ત પુરાવાઓથી ખ્યાલ આવે છે કે આ સમુહ ખર્ચ તથા સબ-કોન્ટ્રાક્ટ્સ માટે નકલી બિલના બુકિંગ સાથે જોડાયેલ છે. એક પ્રાથમિક અનુમાન અનુસાર, બૂક કરાયેલો આવો ખર્ચ 70 કરોડ રૂપિયા જેટલો છે.


તલાશીની કાર્યવાહીમાં લગભગ સાત કરોડ રૂપિયાની સંપત્તિમાં બીનહિસાબી રોકાણની જાણકારી મળી છે. આ ઉપરાંત, તલાશીની કાર્યવાહીમાં 1.95 કરોડની બીનહિસાબી રોકડ તથા 65 લાખ રૂપિયાના અલંકારો જપ્ત કરવામાં આવ્યા છે. બંને સમૂહોની આગળની તપાસ ચાલી રહી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube