Threat to Mumbai Police Before Match: આજે (15 નવેમ્બર) મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં ભારત અને ન્યુઝીલેન્ડ (India vs New Zealand Semifinal) ની સેમીફાઈનલ મેચ રમાવાની છે. આ પહેલા પણ મુંબઈ પોલીસને ધમકીભર્યો મેસેજ મળ્યો છે. ખુદ મુંબઈ પોલીસે આ જાણકારી આપી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મુંબઈ પોલીસનું કહેવું છે કે કોઈ અજાણ્યા વ્યક્તિએ એક્સ પર મુંબઈ પોલીસને ધમકીભર્યો મેસેજ પોસ્ટ કર્યો હતો કે આજે વાનખેડે સ્ટેડિયમમાં ભારત વિરુદ્ધ ન્યુઝીલેન્ડ વચ્ચે એક ઘૃણાસ્પદ ઘટનાને અંજામ આપવામાં આવશે. તેને જોતા સ્ટેડિયમની આસપાસના વિસ્તારમાં કડક દેખરેખ રાખવામાં આવી રહી છે. અમે સુરક્ષા વ્યવસ્થા વધારી દીધી છે. હાલ સ્ટેડિયમન બહાર ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. 


ચીનના વૈજ્ઞાનિકોએ ફરી એવુ સંશોધન કર્યું કે દુનિયા રહી ગઈ દંગ


મુંબઈ પોલીસે જણાવ્યું કે, આ ઉપરાંત આસપાસના વિસ્તારોમાં પણ કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. ધમકી આપનાર વ્યક્તિએ તેની પોસ્ટમાં મુંબઈ પોલીસને ટેગ કર્યું છે. અને ફોટોમાં બંદૂક, ગ્રેનેડ અને ગોળીઓ બતાવી હતી.


અમદાવાદમાં પ્રદૂષણનો બોમ્બ ફૂટ્યો, નવા વર્ષના ફટાકડા ફૂટ્યા બાદ હવા વધુ ઝેરી બની