PM Modi Independence Day 2022 Speech: આઝાદીના 75 વર્ષ પૂરા થયા અને 76માં સ્વતંત્રતા દિવસના અવસરે આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સતત નવમી વખત લાલ કિલ્લાની પ્રાચીર પરથી દેશને સંબોધન કર્યું. પોતાના સંબોધનમાં પીએમ મોદી ભાવુક થઈ ગયેલા જોવા મળ્યા અને એક કડક સંદેશ આપ્યો. પીએમ મોદીએ કહ્યું કે આપણે લોકો પોતાની રોજબરોજની જિંદગીમાં મહિલાઓનું અપમાન કરીએ છીએ જે સ્વીકાર્ય નથી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

લાલ કિલ્લા પરથી જણાવી પીડા
પીએમ મોદીએ કહ્યું કે હું લાલ કિલ્લા પરથી મારી એક પીડા જણાવવા માંગુ છું. હું તેને કહ્યા વગર રહી શકતો નથી. કદાચ આ લાલ કિલ્લાનો વિષય ન હોઈ શકે. પરંતુ મારી અંદરનું દર્દ હું કોને કહું. દેશવાસીઓ સામે રજૂ નહીં કરું તો કોને કહીશ અને તે એ છે કે કોઈ ને કોઈ કારણસર આપણી અંદર એક વિકૃતિ આવી છે, આપણા બોલચાલમાં, આપણા વ્યવહારમાં, આપણા કેટલાક શબ્દોમાં, આપણે નારીનું અપમાન કરીએ છીએ. શું આપણે સ્વભાવથી, સંસ્કારથી, રોજબરોજની જિંદગીમાં નારીનું અપમાન કરનારી દરેક વાતથી મુક્તિ મેળવવાનો સંકલ્પ લઈ શકીએ. નારીનું ગૌરવ રાષ્ટ્રના સપના પૂરા કરવામાં ખુબ મોટી પૂંજી બનવાનું છે, આ સામર્થ્ય હું જોઈ રહ્યો છું. 


Independence Day 2022: લાલ કિલ્લાની પ્રાચીર પરથી PM મોદીએ રજૂ કરી આગામી 25 વર્ષની બ્લ્યૂ પ્રિન્ટ, લીધા આ 5 પ્રણ


સેનાને સેલ્યૂટ
પીએમએ વધુમાં કહ્યું કે આજે દેશની સેનાના જવાનોનું હ્રદયથી અભિવાદન કરવા માંગુ છું. મારી આત્મનિર્ભર વાતોને સંગઠિત સ્વરૂપે, સાહસ સ્વરૂપે, સેનાના જવાનો અને સેનાનાયકોએ જે જવાબદારીથી ખભે ઉઠાવ્યા તેને આજે હું સેલ્યૂટ કરું છું. આઝાદીના 75 વર્ષ બાદ જે અવાજને સાંભળવા માટે આપણા કાન તરસી રહ્યા હતા આજે 75 વર્ષ બાદ તે અવાજ સંભળાઈ રહ્યો છે. 75 વર્ષ બાદ લાલ કિલ્લા પર તિરંગાને સલામી આપવાનું કામ પહેલીવાર મેડ ઈન ઈન્ડિયા તોપે કર્યું છે. અમારી કોશિશ છે કે દેશના યુવાઓને અસમી અંતરિક્ષથી લઈને સમુદ્રના ઊંડાણ સુધી રિસર્ચ માટે ભરપૂર મદદ મળે. આ માટે અમે સ્પેસ મિશનનો વિસ્તાર કરી રહ્યા છીએ. સ્પેસ અને સમુદ્રના ઊંડાણમાં જ આપણા ભવિષ્ય માટે જરૂરી સમાધાન છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube