Independence Day 2022: આજે 15 ઓગસ્ટ 2022ના રોજ દેશ પોતાનો 76મો સ્વતંત્રતા દિવસ ઉજવી રહ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે લાલ કિલ્લાની પ્રાચીરથી સતત 9મી વાર ધ્વજારોહણ કર્યું. ધ્વજ ફરકાવ્યા બાદ પીએમ મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું કે આઝાદીના આટલા  દાયકા બાદ સમગ્ર વિશ્વનો ભારત તરફ જોવાનો દ્રષ્ટિકોણ બદલાયો છે. દુનિયા સમસ્યાઓનું સમાધાન ભારતની ધરતી પર શોધવા લાગી છે. વિશ્વનો આ બદલાવ, વિશ્વની સોચમાં આ પરિવર્તન 75 વર્ષની આપણી યાત્રાનું પરિણામ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

5 સંકલ્પનો કર્યો ઉલ્લેખ


પીએમ મોદીએ કહ્યું કે આઝાદીના અમૃતકાળમાં પ્રવેશ કરી ચૂક્યા છીએ. જેથી કરીને આગામી 25 વર્ષ બાદ જ્યારે ભારતની આઝાદીના 100 વર્ષ પૂરા થશે ત્યારે ભારત માટે 5 સંકલ્પ જરૂરી છે. 


1. પહેલો સંકલ્પ- વિક્સિત ભારત. તેનાથી ઓછું આપણને મંજૂર નથી. 


2. બીજો સંકલ્પ- સો ટકા ગુલામીની સોચમાંથી આઝાદી. કોઈ પણ ખૂણામાં આપણા મનની અંદર ગુલામીનો અંશ બાકી રહેવો જોઈએ નહીં. સેંકડો વર્ષ સુધી ગુલામીએ આપણને જકડી રાખી હતી. સોચમાં વિકૃતિઓ પેદા કરી રાખી છે. આપણને ગુલામીની કોઈ નાની ચીજ પણ જો નજરે ચડે તો તેનાથી મુક્તિ મેળવવી પડશે. 


3. વારસા પર ગર્વ. પીએમ મોદીએ કહ્યું કે આપણને આપણા વારસા પર ગર્વ હોવો જોઈએ. આ વારસો છે, જેણે ભારતને સ્વર્ણિમ ઈતિહાસ આપ્યો. 


4. એકતા અને એકજૂથતા. તેમણે કહ્યું કે 130 કરોડ દેશવાસીઓમાં એકજૂથતા હોવી જરૂરી છે. કોઈ પારકું નથી. 


5. નાગરિકોના કર્તવ્ય. પાંચમા સંકલ્પ વિશે પીએમ મોદીએ જણાવ્યું કે તેમાંથી પીએમ કે સીએમ પણ બહાર હોતા નથી. તેઓ પણ દેશના નાગરિક હોય છે. જ્યારે સપના મોટા હોય છે ત્યારે સંકલ્પ મોટા હોય છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube