PM Modi Independence Day Speech: ભારત આજે પોતાનો 77મો સ્વતંત્રતા દિવસ ઉજવી રહ્યો છે. પીએમ નરેન્દ્ર મોદીએ આ અવસરે લાલ કિલ્લાની પ્રાચીર પર રાષ્ટ્રીય ધ્વજ તિરંગો ફરકાવ્યો. આ અવસરે પીએમ મોદીએ લાલ કિલ્લાની પ્રાચીર પરથી દેશને સંબોધન પણ કર્યું. પીએમ મોદીએ કહ્યું કે પૂર્વોત્તરમાં ખાસ કરીને મણિપુરમાં જે હિંસાનો દોર ચાલ્યો, અનેક લોકોએ પોતાના જીવ ગુમાવવા પડ્યા, મા-બેટીઓના સન્માન સાથે રમત રમાઈ. કેટલાક દિવસથી મણિપુરથી સતત શાંતિના સમાચાર આવી રહ્યા છે. દેશ મણિપુરના લોકો સાથે છે. 


મણિપુર પર પીએમ મોદીનું નિવેદન
પીએમ મોદીએ કહ્યું કે મણિપુરના લોકોએ કેટલાક દિવસથી જે શાંતિ જાળવી રાખી છે, તેને આગળ ધપાવો. સમાધાન ફક્ત શાંતિથી જ મેળવી શકાય છે. કેન્દ્ર અને રાજ્ય સરકાર સમાધાન માટે દરેક શક્ય પ્રયત્ન કરી રહી છે. તેમણે વધુમાં કહ્યું કે દુનિયાનું સૌથી મોટું લોકતંત્ર અને હવે જનસંખ્યાના મામલે પણ દેશ અગ્રણી છે. આટલો મોટો દેશ, મારા પરિવારના 140 કરોડ સભ્યો આજે સ્વતંત્રતા દિવસ ઉજવી રહ્યા છે. હું ભારતના સ્વતંત્રતા સંગ્રામમાં પોતાનું યોગદાન આપનારા તમામ બહાદુરોને શ્રદ્ધાંજલિ આપું છે. 


Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube