COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Independence Day 2023: ભારત પોતાના શ્રેષ્ઠ અને સ્વાદિષ્ટ ભોજન માટે વિશ્વભરમાં પ્રખ્યાત છે. તમે વિશ્વના કોઈપણ ખૂણામાં જાવ, તમને ભારત જેવુ ભોજન ક્યાંય નહીં મળે. આ સ્વાદના કારણે કેટલીક રેસ્ટોરન્ટ્સ 100 વર્ષથી જનતાના પેટ અને દિલ પર રાજ કરે છે. ફૂડી લોકો હિંદુસ્તાનની આ રેસ્ટોરન્ટ્સ વિશે જાણતા જ હશે. હવે જે લોકો આઝાદી પહેલાની રેસ્ટોરન્ટ વિશે નથી જાણતા, તે આજે જાણી લો.


1. ટુંડે કબાબી, લખનૌ-
1905માં લખનઉમાં હાજી મુરાદ અલીએ 'ટુંડે કબાબી'ની સ્થાપના કરી હતી. મુરાદ અલી સ્વાદિષ્ટ ખાવાનુ બનાવવા માટે ફેમસ હતા અને તેમના ટુંડે કબાબ દુનિયાભરમાં ફેમસ છે.


2. કરીમ, દિલ્લી-
1913માં હાજી કરીમુદ્દીન દ્વારા શરૂ કરવામાં આવેલ આ કરીમ મુગલાઈ દુકાન તેમાં પીરસાતા મુગલઈ વ્યંજનો માટે ખૂબ જ લોકપ્રિય છે. તેના સ્વાદને કારણે, કરીમને ઘણા પુરસ્કારોથી પણ નવાજવામાં આવ્યા છે.


3. ઈન્ડિયન કોફી હાઉસ, કોલકાતા-
વર્ષો જૂનું આ કોફી હાઉસ કોલેજના વિદ્યાર્થીઓમાં ખૂબ પ્રખ્યાત છે. એવું કહેવાય છે કે રવીન્દ્રનાથ ટાગોર, અમર્ત્ય સેન, મન્ના ડે, સત્યજીત રે, રવિશંકર અને અન્ય ઘણી મોટી હસ્તીઓ અવારનવાર અહીં આવતી હતી.


4. બ્રિટાનિયા એન્ડ કંપની, મુંબઈ-
1923માં, પ્રથમ વખત, બ્રિટાનિયાએ ફોર્ટ વિસ્તારમાં તૈનાત બ્રિટીશ અધિકારીઓ માટે પોતાના દરવાજા ખોલ્યા. ત્યારથી અત્યાર સુધી તે મુંબઈની પ્રખ્યાત રેસ્ટોરન્ટ પૈકીની એક રહી છે.


5.  ગ્લેનેરી, દાર્જિલિંગ-
દાર્જિલિંગની આ  રેસ્ટોરન્ટ 100 વર્ષ જૂની છે. આ રેસ્ટોરન્ટ સ્થાનિક લોકો તેમજ પ્રવાસીઓમાં ખૂબ જ ફેવરિટ છે. આ રેસ્ટોરન્ટ બેકિંગ અને ડેઝર્ટ માટે ખૂબ જ લોકપ્રિય છે.


6. મિત્ર સમાજ, ઉડુપી-
100 વર્ષ જૂની રેસ્ટોરન્ટ મિત્ર સમાજ, ઉડુપી ઢોસા, બુલેટ ઈડલી અને ગોલી બાજે માટે જાણીતી છે. ઉડુપી પરંપરા મુજબ, તમને અહીં ભોજનમાં લસણ, ડુંગળી કે મૂળા મળશે નહીં.


7. રૈયર્સ મેસ, ચેન્નાઈ-
1940માં શ્રીનિવાસ રાવે આ રેસ્ટોરન્ટની શરૂઆત કરાવી હતી. જો તમે ક્યારેક ચેન્નાઈ જાવ, તો અહીંની કોફી અને ઢોંસા ટેસ્ટ કરવાનું ચૂકતા નહીં.