ભારત આજે શાનથી પોતાના 78મો સ્વતંત્રતા દિવસ ઉજવી રહ્યો છે. 15 ઓગસ્ટ 1947ના દિવસે દેશ અંગ્રેજોની ગુલામીમાંથી લગભગ 200 વર્ષ બાદ આઝાદ થયો હતો. સ્વતંત્રતા દિવસ સમારોહ માટે દિલ્હીના ઐતિહાસિક લાલ કિલ્લાને સજાવવામાં આવ્યો છે. પીએમ મોદીએ 11મી વખત લાલ કિલ્લાની પ્રાચીરથી તિરંગો ફરકાવ્યો. ત્યારબાદ તેમણે દેશને સંબોધન કર્યું. લાલ કિલ્લામાં તિરંગો ફરકાવ્યા બાદ પીએમ મોદીએ જ્યાં વિક્સિત ભારતનો રોડમેપ ખેંચ્યો ત્યાં અડધી વસ્તી એટલે કે મહિલાઓની સુરક્ષાને લઈને પણ મોટું નિવેદન આપ્યું. મોદીના ભાષણની સ્પીચની થીમ ભલે વિક્સિત ભારત @2047 રહી હોય પરંતુ લાલ કિલ્લાની પ્રાચીરથી તેમણે જે સંકેત આપ્યા છે તે અડધી વસ્તીને તેમની સુરક્ષાનો ભરોસો અપાવનારા સંલગ્ન છે. આ વખતે પીએમ મોદીએ પોતાના ભાષણમાં મહિલાઓ પર થઈ રહેલા અત્યાચારોનો ઉલ્લેખ કરતા આરોપીઓને રાક્ષસ ગણાવતા તેમના મનમાં ડર ભરવાની વાત કરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પીએમ મોદીનું સંબોધન
લાલ કિલ્લાની પ્રાચીરથી 11મી વખત તિરંગો ફરકાવ્યા બાદ પીએમ મોદીએ સંબોધનમાં કહ્યું કે આજે આપણે એ અસંખ્ય સ્વતંત્રતા સેનાનીઓને યાદ કરીએ છીએ. જેમણે આપણને એક સ્વતંત્ર દેશ આપ્યો. આજે આપણે તેમને શ્રદ્ધાંજલિ આપીએ છીએ. હાલમાં આવેલી કુદરતી આફતને કારણે આપણે ચિંતિત છીએ. અનેક લોકોએ પોતાના પ્રિયજનો, પોતાની સંપત્તિને ગુમાવી છે, અમે એકજૂથતાથી તેમના પડખે છીએ. 


મહિલા અપરાધ પર શું બોલ્યા પીએમ મોદી
વર્ષ 2012ના નિર્ભયા કાંડના બરાબર 12 વર્ષ બાદ 2024માં કોલકાતામાં મહિલા ડોક્ટર સાથે રેપ અને તેની નિર્દયતાથી હત્યાની ઘટના બાદ દેશ ગુસ્સામાં છે. ધરણા પ્રદર્શન થઈ રહ્યા છે. જો કે પીએમ મોદીએ કોઈ શહેર કે ખાસ અપરાધનો ઉલ્લેખ ન કર્યો પરંતુ એ જરૂર  કહ્યું કે રાક્ષસોને કડક સજા મળવી જોઈએ. તેમણે કહ્યું કે મહિલાઓ સાથે અપરાધના કેસોમાં જેમ બને તેમ જલદી તપાસ થવાની સાથે પીડિતાને કોઈ પણ સંજોગોમાં ન્યાય મળવો જોઈએ. 


પીએમ મોદીએ પોતાના ભાષણમાં કહ્યું કે આપણે ગંભીરતાથી વિચારવું જોઈએ. આપણી માતાઓ, બહેનો, દીકરીઓ પ્રત્યે જે અત્યાચારો થઈ રહ્યા છે તેમના પ્રત્યે જન સામાન્યનો આક્રોશ છે. આ દેશે, સમાજે, આપણી રાજ્ય સરકારોએ ગંભીરતાથી લેવું પડશે. મહિલાઓ વિરુદ્ધ ગુનાઓની જલદી તપાસ થાય. રાક્ષસી કૃત્ય કરનારાઓને જલદી કડક સજા થાય. આ સમાજમાં વિશ્વાસ પેદા કરવા માટે જરૂરી છે. આ સમયની માંગણી છે કે મહિલાઓ વિરુદ્ધ અત્યાચારો માટે સજાનો વ્યાપક પ્રચાર કરવામાં આવે જેથી કરીને તેના પરિણામને લઈને ડર પેદા થાય. 


આ પ્રકારે લાલ કિલ્લાથી પીએમ મોદીએ મહિલાઓ સાથે અત્યાચાર કરનારાઓને મોટી ચેતવણી આપી દીધી છે. તેમણે કહ્યું કે હેવાનોને એવો સબક મળવો જોઈએ જેથી કરીને દરેકના મનમાં એવો ભય પેદા થાય કે તેઓ ક્યારેય કોઈ પણ મહિલા સાથે કઈક ખરાબ કરવાનું વિચારી પણ ન શકે. 


આજે આપણે 140 કરોડ
પીએમ મોદીએ કહ્યું કે જ્યારે આપણે 40  કરોડ હતા ત્યારે આપણે મહાસત્તાને હરાવી દીધુ હતું. આજે તો આપણે 140 કરોડ છીએ. 



પીએમ મોદીનું આહ્વાન
પીએમએ કહ્યું કે એક સમય હતો જ્યારે લોકો દેશ માટે મરવા માટે પ્રતિબદ્ધ હતા. આજે સમય છે કે દેશ માટે જીવવાની પ્રતિબદ્ધતાનો. જો દેશ માટે મરવાની પ્રતિબદ્ધતા આઝાદી અપાવી શકે તો દેશ માટે જીવવાની પ્રતિબદ્ધતા સમૃદ્ધ ભારત બનાવી શકે છે. 


રાષ્ટ્રહિત સુપ્રીમ
પીએમ મોદીએ કહ્યું કે અમે જે પણ કઈ કરીએ છીએ તે રાજકારણનો ગુણાકાર-ભાગાકાર કરીને નથી કરતા. અમારો એક જ સંકલ્પ હોય છે- નેશન ફર્સ્ટ! રાષ્ટ્રહિત સુપ્રીમ. મારો ભારત મહાન બને એ સંકલ્પને લઈને અમે કદમ આગળ વધારીએ છીએ. 



લાલ કિલ્લાથી કહેવાય ત્યારે ભરોસો મજબૂત થાય છે
પીએમ મોદીએ કહ્યું કે જ્યારે લાલ કિલ્લાથી કહેવામાં આવે છેકે દેશના 18000 ગામમાં નિર્ધારિત સમયમાં વીજળી પહોંચી જશે અને તે કામ થઈ જાય તો ભરોસો મજબૂત બને છે. 



5 વર્ષમાં મેડિકલની સીટો વધારવાનો લક્ષ્ય
પીએમ મોદીએ આગામી 5 વર્ષ મેડિકલ કોલેજોમાં 75 હજાર સીટો વધારવાની જાહેરાત કરી. તેમણે કહ્યું કે હવે દેશના યુવાઓએ મેડિકલ એજ્યુકેશન માટે દેશની બહાર નહીં જવું પડે. એક લાખ કરોડ રૂપિયા મેડિકલ રિસર્ચ પર ખર્ચ થઈ ચૂક્યા છે. છેલ્લા 10 વર્ષમાં મેડિકલની લગભગ એક લાખ સીટો વધારી હતી અને  આગામી 5 વર્ષમાં 75000 સીટો વધારીને યુવાઓને ભારતમાં રહીને જ મેડિકલ કોર્સ કરવાની તક આપીશું. 


પીએમ મોદીએ ફરકાવ્યો તિરંગો
સંબોધન પહેલા પીએમ મોદીએ આજે 11મી વખત લાલ કિલ્લાની પ્રાચીરથી તિરંગો ફરકાવ્યો. સંબોધન પહેલા પીએમ મોદીને સ્વદેશી 105 એમએમ લાઈટ ફીલ્ડ ગનથી 21 તોપની સલામી પણ આપવામાં આવી. સમારોહમાં લગભગ 6000 સ્પેશિયલ અતિથિઓને આમંત્રિત કરવામાં આવ્યા. કાર્યક્રમમાં ખાસ કરીને અટલ ઈનોવેશન મિશન જેવી પહેલો સાથે જોડાયેલા લોકો, મેરા યુવા ભારતના વોલિએન્ટર્સ, આદિવાસી સમુદાયના લોકો અને કિસાન સંગઠનોના પ્રતિનિધિ પણ હાજર રહ્યા. 



ગાર્ડ ઓફ ઓનરનું નિરીક્ષણ
પીએમ મોદીએ લાલ કિલ્લા પર પહોંચીને ગાર્ડ ઓફ ઓનરનું નિરીક્ષણ કર્યું. ત્યારબાદ તેઓ તિરંગો ફરકાવશે અને પછી દેશને સંબોધન કરશે. 


રાજઘાટ પહોંચ્યા પીએમ મોદી
લાલ  કિલ્લા પરથી તિરંગો ફરકાવતા પહેલા પીએમ મોદી રાજઘાટ પહોંચ્યા અને રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને નમન કર્યા. ત્યારબાદ તેઓ લાલ કિલ્લા માટે રવાના થઈ ગયા. 


જુઓ વીડિયો