નવી દિલ્હીઃ હવે થોડી કલાકો બાદ ભારત આઝાદીની 75મી વર્ષગાંઠ મનાવશે. લાલ કિલ્લાની પ્રાચીરથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ધ્વજવંદન કરશે. આ જશ્ન-એ-આઝાદીમાં કોઈ ખલેલ ન પહોંચે તે માટે દિલ્હીને છાવણીમાં ફેરવી દેવામાં આવી છે. લાલ કિલ્લાની આસપાસ ખાસ તૈયારી કરવામાં આવી છે. લાલ કિલ્લાની આસપાસ સુરક્ષાનો એટલો કડક બંદોબસ્ત કરવામાં આવ્યો છે કે પરિંદું પણ મારી શકે નહીં.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

લાલ કિલ્લાની ચારે તરફ 9 એન્ટ્રી ડ્રોન રડાર તૈયાર કરવામાં આવ્યા છે. ફેસ રિકોગ્નિશનવાળા 300 સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે, જેથી દરેક ચહેરાની માહિતી રાખી શકાય. લાલ કિલ્લાના મુખ્ય દ્વારની બહાર મોટા-મોટા કન્ટેનરર લગાવવામાં આવ્યા છે, તેનાથી લાલ કિલ્લાને સામેથી જોઈ શકાશે નહીં. આશરે 15થી 20 કન્ટેનરોનો ઉપયોગ કરવામાં આવ્યા છે. માત્ર લાલ કિલ્લાની સુરક્ષામાં 5 હજાર જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે. આ સિવાય દિલ્હીમાં 40 હજારથી વધુ સુરક્ષાકર્મીઓ તૈનાત છે.  સાવચેતીના ભાગ રૂપે દિલ્હીની બધી સરહદોને બંધ કરી દેવામાં આવી છે અથવા સુરક્ષા વધારી દેવામાં આવી છે. દરેક વાહનોનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. 


આ પણ વાંચોઃ 14 ઓગસ્ટને 'વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ'ના રૂપમાં મનાવશે ભારત, PM મોદીએ કરી જાહેરાત


સુરક્ષામાં કોઈ કમી ન રહે તે માટે દિલ્હી પોલીસ સિવાય અર્ધસૈનિક દળો, એનએસજી કમાન્ડો અને એસપીજીના જવાનો પણ તૈનાત રહેશે. ઉંચી ઇમારતો પર સ્નાઇપર્સ તૈનાત કરવામાં આવ્યા છે. આ સિવાય સરકારી ઇમારતોની પણ સુરક્ષા વધારી દેવામાં આવી છે. 


ખાલિસ્તાની આતંકીઓનો ખતરો
15 ઓગસ્ટને લઈને સુરક્ષા એજન્સીઓએ પહેલાથી એલર્ટ જારી કર્યું છે. કિસાનોના આંદોલન અને ખાલિસ્તાની આતંકીઓની ધમકીને ધ્યાનમાં રાખતા દિલ્હી પોલીસે આ પગલા ભરવા પડ્યા છે. દિલ્હી પોલીસે લાલ કિલ્લાની આસપાસ આતંકવાદીઓના પોસ્ટર પણ ચિપકાવ્યા છે. પોસ્ટરમાં છ આતંકીઓનો ફોટો લગાવી તેનું નામ અને એડ્રેસ પણ લખવામાં આવ્યું છે. 


આ વર્ષે કૃષિ કાયદાની વિરુદ્ધ બોર્ડર પર બેઠેલા કિસાન પોલીસ માટે મોટો પડકાર છે. આ પહેલા 26 જાન્યુઆરીએ કિસાન આંદોલન દરમિયાન હિંસા થઈ હતી. તેના કારણે દરેક સંભવ પ્રયાસ કરવામાં આવી રહી છે કે આ વખતે કોઈ પ્રકારની બેદરકારી જોવા મળે નહીં. મહત્વનું છે કે 15 ઓગસ્ટના સમયે દિલ્હી હંમેશા એલર્ટ પર રહે છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube