Independence Day: ભારત આતંકવાદ અને વિસ્તારવાદ બંને સામે લડી રહ્યું છે, લાલ કિલ્લા પરથી બોલ્યા PM મોદી
આજે દેશ સ્વતંત્રતા દિવસની 75મી વર્ષગાંઠની ઉજવણી કરી રહ્યો છે અને આઝાદીના જશ્નમાં ડૂબી ગયો છે. આ અવસર પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી લાલ કિલ્લાની પ્રાચીર પર રાષ્ટ્રીય ધ્વજ ફરકાવ્યો અને દેશને સંબોધિત કરી રહ્યાં છે. આજનો દિવસ એટલા માટે પણ ખાસ છે કારણ કે લાલ કિલ્લા પર પ્રથમવાર પુષ્પવર્ષા કરવામાં આવી.
નવી દિલ્હીઃ આજે દેશ સ્વતંત્રતા દિવસની 75મી વર્ષગાંઠની ઉજવણી કરી રહ્યો છે અને આઝાદીના જશ્નમાં ડૂબી ગયો છે. આ અવસર પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી લાલ કિલ્લાની પ્રાચીર પર રાષ્ટ્રીય ધ્વજ ફરકાવ્યો અને દેશને સંબોધિત કરી રહ્યાં છે. આજનો દિવસ એટલા માટે પણ ખાસ છે કારણ કે લાલ કિલ્લા પર પ્રથમવાર પુષ્પવર્ષા કરવામાં આવી. સાથે દેશ આઝાદીની 75મી વર્ષગાંઠને આઝાદીનો અમૃત મહોત્સવ તરીકે ઉજવી રહ્યો છે. મહત્વનું છે કે પ્રધાનમંત્રી મોદી ભારતની આઝાદીના 75માં વર્ષની ઉજવણી કરવા માટે માર્ચ 2021માં અમદાવાદના સાબરમતી આશ્રમથી આઝાદીનો અમૃત મહોત્વસ કાર્યક્રમની શરૂઆત કરી હતી, જે 15 ઓગસ્ટ 2023 સુધી જારી રહેશે. રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં સુરક્ષાની સંપૂર્ણ તૈયારી કરી લેવામાં આવી છે. પ્રધાનમંત્રી પહેલા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની સમાધિ રાજઘાટ પર ફૂલ ચઢાવ્યા અને પછી લાલ કિલ્લા પર પહોંચ્યા હતા. પીએમ મોદીએ લાલ કિલ્લા પર ધ્વજવંદન કર્યુ અને દેશને સંબોધિત કરી રહ્યાં છે. જશ્ન-એ-આઝાદીના તમામ અપડેટ મેળવવા માટે અમારી સાથે જોડાયેલા રહો..
અધિકારોની સાથે કર્તવ્યોનું રાખો ધ્યાનઃ મોદી
અરવિંદોની જન્મજયંતિ છે. તેમની 150મી જન્મજયંતિનું પર્વ છે. તેઓ કહેતા હતા કે ભારતને એટલું સામર્થવાન બનાવવું પડશે જેટલું આપણે ક્યારેય નહતા. આપણી આદતોને બદલવી પડશે. ખુદને ફરી જગાડવા પડશે. તેમની આ વાતો આપણે કર્તવ્યોનું ધ્યાન અપાવે છે. દેશને આપણે શું આપી રહ્યાં છીએ તે વિચારવું પડશે. અમે અધિકારોને હંમેશા મહત્વ આપ્યું. હવે કર્તવ્યોને સર્વોપરી બનાવવા પડશે. લોકલ ફોર લોકલ માટે વધુમાં વધુ વસ્તુ ખરીદો.
ભારત આતંકવાદ, વિસ્તારવાદ સામે લડ્યુ
બીજા વિશ્વ યુદ્ધ બાદ વૈશ્વિક સંબંધોના રૂપમાં બદલી ગયું હતું. કોરોના કાળ બાદ પણ આ થયું. કોરોના કાળના ભારતના પ્રયાસોની દુનિયાએ પ્રશંસા કરી. દુનિયા ભારતને નવી દ્રષ્ટિથી જોઈ રહી. ભારત આતંકવાદ, વિસ્તારવાદ બંને પડકાર સામે લડ્યું. હિંમતની સાથે જવાબ પણ આપી રહ્યું છે. સેનાના હાથ મજબૂત કરવામાં કોઈ કસર છોડીશું નહીં.
ભારતે દેખાડી સંકલ્પ શક્તિ
આર્ટિકલ 370 હટાવવો, જીએસટી લાવવું, સૈનિકો માટે વન પેન્શનલ, અયોધ્યાનું શાંતિપૂર્ણ સમાધાન છેલ્લા કેટલાક સમયમાં જોવા મળ્યું. ઓબીસી કમિશનને બંધારણીય દરજ્જો, જમ્મુ-કાશ્મીરમાં પ્રથમવાર BDC ચૂંટણી ભારતની સંકલ્પ શક્તિ જણાવે છે. ભારતમાં રેકોર્ડ વિદેશી રોકાણ આવી રહ્યું છે. સર્જિકલ સ્ટ્રાઇક, એર સ્ટ્રાઇક કરી દુશ્મનોને ભારતે સંદેશ આપ્યો છે. તે જણાવે છે કે ભારત બદલાય રહ્યું છે. ભારત મુશ્કેલથી મુશ્કેલ નિર્ણય લઈ શકે છે.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube