શ્રીનગર: ઉત્તર કાશ્મીરના લંગાતે મતવિસ્તારમાંથી અપક્ષ ધારાસભ્ય શેખ અબ્દુલ રશીદે ગુરુવારે નેશનલ કોન્ફરન્સ અને પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી (પીડીપી)ને જણાવ્યું કે તેઓ હાથ મીલાવી લે અને જનતાનો ભરોસો જીતવા માટે સરકાર બનાવે તથા કેન્દ્રને પોતાની 'શરતો બતાવે' કે પછી ચૂંટણીનો બહિષ્કાર કરે. રશીદે અહીં પત્રકારો સાથે વાતચીતમાં કહ્યું કે દરેક જણ જાણે છે કે નેશનલ કોન્ફરન્સ અને પીડીપીમાં કોઈ વૈચારિક મતભેદો નથી પરંતુ સત્તા માટેની તેમની લાલચ, અહંકાર અને નવી દિલ્હીનો હુકમ છે કે તેઓ એકબીજાનો વિરોધ કરે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નેશનલ કોન્ફરન્સ અને પીડીપી માટે હવે સમય આવી ગયો છે કે તેઓ પોતાના કારણવગરના અહંકારનો પીછો છોડે અને સરકાર બનાવે તથા એક એવા યુગની શરૂઆત કરવા માટે જૂની વાતો ભૂલે જેમાં તેમણે નવી દિલ્હીને પોતાની શરતો જણાવવી જોઈએ, તેમનું મુખપત્ર ન બનવું જોઈએ. તેમણે કહ્યું કે રાજ્યમાં બંને વિપક્ષી દળો સાથે આવશે તો કાશ્મીરી લોકોનો મનોબળ પણ વધશે.


રશીદે કહ્યું કે તેનાથી બંને પક્ષો વચ્ચે ભરોસો કાયમ થશે અને જનતાનો ભરોસો જીતવામાં પણ મદદ મળશે. નેશનલ કોન્ફરન્સ અને પીડીપીએ રાજ્યના મુખ્યમંત્રી તરીકે કોઈ પણ સદન કે પાર્ટીના પ્રતિષ્ઠિત સભ્યને નામાંકિત કરવા જોઈએ. તેનાથી કાશ્મીરી લોકોમાં એક સાચી ભાવના પેદા થશે કે નેશનલ કોન્ફન્સ અને પીડીપી સત્તા માટે આમ કરી રહી નથી. પરંતુ કાશ્મીર વિવાદનો ઉકેલ લાવવા માટે ગંભીર છે અને નવી દિલ્હીએ એ સમજવું જોઈએ કે તેઓ દિવંગત શેખ મોહમ્મદ અબ્દુલ્લાથી લઈને મહેબુબા મુફ્તી સુધીના કાશ્મીરી નેતાઓનું અપમાનુ કરી શકે નહીં.


ધારાસભ્યએ કહ્યું કે તેમણે આ વિચારને આગળ વધારવા માટે પીડીપી પ્રમુખ મહેબુબા મુફ્તી અને એનસી ઉપાધ્યક્ષ ઉમર અબ્દુલ્લા પાસે મુલાકાતનો સમય માંગ્યો હતો. તેમણે કહ્યું કે જો નવી દિલ્હી એનસી અને પીડીપીના સાથે આવવાના રસ્તામાં રોડા નાખે તો મુખ્યપ્રવાહના તમામ પક્ષોએ ચૂંટણીનો બહિષ્કાર કરવો જોઈએ. રશીદે કહ્યું કે કાશ્મીરના લોકો પીડીપી-ભાજપના ગઠબંધનને ખતમ કરવા માંગતા હતાં. પરંતુ જે રીતે ભાજપે સમર્થન પાછું ખેંચ્યુ તે અનૈતિક અને નિંદનીય છે.