Monsoon 2024 Update: ખેડૂતો માટે ગુડ ન્યૂઝ! આ વર્ષે ચોમાસામાં પડશે સારો વરસાદ, હવામાન વિભાગે આપી જાણકારી
આઈએમડી પ્રમુખે જણાવ્યું કે વર્ષ 1951થી 2023 સુધીના આંકડાથી ખ્યાલ આવે છે કે ભારતમાં નવ વખત સામાન્યથી વધુ વરસાદ પડ્યો, જ્યારે અલ નીનો બાદ લા નીનાની સ્થિતિ બની હતી.
નવી દિલ્હીઃ ભારતીય હવામાન વિભાગ અનુસાર આ વર્ષે ચોમાસાની સ્થિતિ સામાન્યથી વધુ રહેવાની સંભાવના છે. હવામાન વિભાગ અનુસાર આ વર્ષે ભારતમાં સારા વરસાદથી સંબંધિત લા નીનાની સ્થિતિ ઓગસ્ટ-સપ્ટેમ્બર સુધી સક્રિય થવાની સંભાવના છે.
હવામાન વિભાગે આપેલી જાણકારી અનુસાર, ઉત્તર-પશ્ચિમ, પૂર્વ અને પૂર્વોત્તર રાજ્યોના કેટલાક વિસ્તારને છોડી દેશના મોટા ભાગના વિસ્તારમાં સામાન્ય વરસાદ થવાની આશા છે. હવામાન વિભાગના પ્રમુખે જણાવ્યું કે વર્ષ 1951થી 2023 સુધીના આંકડાથી ખ્યાલ આવે છે કે ભારતમાં નવ વખત સામાન્યથી વધુ વરસાદ થયો, જ્યારે અલ નીનો બાદ લા નીનાની સ્થિતિ બની.
સામાન્યથી વધુ વરસાદ
ચોમાસાને લઈને આઈએમડીએ નવું અપડેટ આપ્યું છે. આઈએમડીએ જણાવ્યું કે ભારતમાં આ વખતે સારો વરસાદ પડશે. આ વખતે સામાન્યથી વધુ વરસાદની સંભાવના છે અને ઓગસ્ટ-સપ્ટેમ્બર સુધી લા નીનાની સ્થિતિ રહેવાની આશા છે. જૂનથી સપ્ટેમ્બરમાં એવરેજ 87 સેમી એટલે કે 106 ટકા વરસાદનું અનુમાન છે.
શું દુષ્કાળ અને પૂરની સ્થિતિ વધી રહી છે?
જળવાયુ વૈજ્ઞાનિકોનું કહેવું ચે કે વરસાદના દિવસોની સંખ્યા ઘટી રહી છે, જ્યારે ભારે વરસાદની ઘટનાઓ (થોડા સમયમાં વધુ વરસાદ) વધી રહી છે, જેનાથી વારંવાર દુષ્કાળ અને પૂર આવી રહ્યાં છે.
ભારત હવામાન વિજ્ઞાન વિભાગના પ્રમુખ મૃત્યુંજય મહાપાત્રએ કહ્યુ કે 1951-2023 વચ્ચેના આંકડાના આધાર પર ભારતમાં ચોમાસામાં નવ વખત સામાન્યથી વધુ વરસાદ થયો, જ્યારે લા નીના બાદ અલ નીનોની ઘટના બની હતી.
દેશના મોટા ભાગમાં સામાન્યથી વધુ વરસાદ
આઈએમડીએ કહ્યું કે ઉત્તર-પશ્ચિમ, પૂર્વ અને પૂર્વોત્તર રાજ્યોના કેટલાક વિસ્તારને છોડી સામાન્યથી વધુ વરસાદની આશા છે. મહાપાત્રાએ કહ્યું કે દેશભરમાં ચોમાસાનો વરસાદ LPA 87 સેન્ટીમેટર છે.
તેમણે કહ્યું કે ભારતમાં ચાર મહિનાની ચોમાસુ સીઝન (જૂનથી સપ્ટેમ્બર) માં સામાન્યથી વધુ વરસાદની સંભાવના છે. જેમાં કુલ વરસાદ 87 સેમી એટલે કે 106 ટકા થવાનું અનુમાન છે.