નવી દિલ્હી : ચીનથી ખરાબ કોવિડ રેપિટ ટેસ્ટ કિટ  (Covid Rapid Test Kit) મળ્યા બાદ ભારતે દક્ષિણ કોરિયા (South Koria) vs 9.5 લાખનો કોવિડ કિટનો ઓર્ડર આપ્યો છે. આ કંપનીની એક સહાયક કંપની માનેસરમાં કિટ બનાવવાની શરૂઆત કરશે. અત્રે ઉલ્લેખનીય છે કે, ભારતે ચીનમાંથી 7 લાખ કોવિડ રૈપિડ ટેસ્ટ કિટો મંગાવવામાં આવી હતી. જેની ગુણવત્તા ખુબ જ ખરાબ છે. આ મુદ્દે રાજ્યો પાસેથી ફરિયાદ મળયા બાદ ભારત સરકારે કિટોને ચીન પરત મોકલવાનો નિર્ણય લીધો છે.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજદ્વારી સંવાદદાતા સિદ્ધાંત સિબ્બલ સાથે વાત કરતા, દક્ષિણ કોરિયાના ભારતીય દૂત શ્રીપ્રિયા રંગનાથને કહ્યું કે, તેનો ઉદ્દેશ્ય સૌથી સાચી કિંમત, સૌથી સારી ગુણવત્તા અને સૌથી ઓછા સમયમાં ડિલીવરી લેવાનો છે. તેમણે કહ્યું કે, ભારતીય વિદેશ સચિવ, કોરિયન ઉપ વિદેશમંત્રી અને ઇંડો પેસિફિક દેશોનાં બાકી સભ્યો દરેક અઠવાડીયે સંકટને પહોંચી વળવા માટે ઉઠાવવામાં આવી રહેલા પગલાઓ અંગે વાત કરે છે. 

સિયોલમાં આપણા દૂતાવાસ કોરિયામાં મહામારીની શરૂઆતથી જ ભારતીય સમુદાયની સાથે સતત જોડાયેલું રહ્યું છે. દક્ષિણ કોરિયામાં આપણા 13 હજાર લોકો છે, જેમાં મોટા પ્રમાણમાં વિદ્યાર્થીઓ છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ભારત દ્વારા ડમ્પિંગ ડ્યુટી વધારવામાં આવી છે. જેના કારણે ચીન દ્વારા ભારતને ગર્ભિત ચિમકી પણ ઉચ્ચારવામાં આવી છે. કોરિયા દ્વારા જે પ્રકારે રેપિડ ટેસ્ટની સ્ટ્રેટેજી અપનાવવામાં આવી હતી તેનાં સમગ્ર વિશ્વમાં વખાણ થઇ રહ્યા છે. જેથી ભારતમાં પણ આ સ્ટ્રેટેજી અપનાવવામાં આવે તે જરૂરી છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube