દુબઈઃ FAST5 Grand Prize: લખનઉના વાસ્તુકાર મોહમ્મદ આદિલ ખાને ક્યારેય વિચાર્યું નહોતું કે તેની પ્રથમ ખરીદી તેને કરોડોનો માલિક બનાવી શકે છે. સંયુક્ત અરબ અમીરાતમાં રહેનાત ભારતીય પ્રવાસી મોહમ્મદ આદિલ ખાને પ્રથમ FAST5 ગ્રાન્ડ પુરસ્કાર જીત્યો છે. હવે તેને આગામી 25 વર્ષ સુધી દર મહિને AED 25,000 (લગભગ 5.5 લાખ રૂપિયા) મળશે. આ પૈસાથી આદિલ પોતાના પરિવાર માટે ઘર ખરીદવા ઈચ્છે છે. આ સિવાય તે આ પૈસાને અલગ-અલગ ક્ષેત્રોમાં રોકાણ કરવાનું વિચારી રહ્યો છે. તમને જણાવી દઈએ કે આદિલ 2018થી દુબઈમાં રહે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તમે આટલી મોટી રકમ કેવી રીતે જીતી શક્યા?
એક દિવસ સોશિયલ મીડિયા પર સ્ક્રોલ કરતી વખતે, જ્યારે આદિલ ખાને એક જાહેરાત જોઈ, ત્યારે તેણે લોટરીની ટિકિટ ખરીદવાનું નક્કી કર્યું. આદિલે કહ્યું કે આ પહેલી વાર હતું, જ્યારે મેં રેફલ ડ્રોની ટિકિટ લીધી હતી. એક દિવસ હું સોશિયલ મીડિયા પર મારા પરિવારની તસવીરો જોઈ રહ્યો હતો, મને અમીરાતની ડ્રોની જાહેરાત મળી, અને અહીંથી ટિકિટ ખરીદી. આદિલ કહે છે કે દર મહિને તેના બેંક ખાતામાં AED 25,000 આવવાનો વિચાર અવિશ્વસનીય છે. આદિલે કહ્યું કે મેં ક્યારેય વિચાર્યું ન હતું કે મારી પ્રથમ ખરીદી મને પ્રથમ FAST5 ગ્રાન્ડ પ્રાઈઝ વિજેતા બનાવશે.


આ પણ વાંચોઃ ભારતમાં ટાઇગરની દહાડ, 268થી વધીને 3167 થઈ વાઘોની સંખ્યા, આ પ્રોજેક્ટથી મળી સફળતા


પરિવારની સાથે રહેશે આદિલ
આદિલે જણાવ્યું કે આ પ્રથમવાર છે કે તેમણે આટલો મોટો પુરસ્કાર જીત્યો છે. આદિલે આગળ કહ્યું કે મેં ક્યારેય આ પ્રકારનું ઈનામ જીત્યું નથી. આ જીત મારી આર્થિક ચિંતાઓને દૂર કરી દેશે અને એક નિયમિત આવકની ગેરંટી આપશે. તેના ઉપયોગથી હું સારી રીતે રોકાણ કરીશ. આદિલે કહ્યું કે, આ જીતના પૈસાથી તે પોતાના પરિવારને સંયુક્ત અરબ અમીરાતમાં પોતાની સાથે રહેવાના સપનાને પૂરુ કરી શકે છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube