નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાયરસ વિરુદ્ધ લડાઈ દિવસેને દિવસે મજબૂત બની રહી છે. ભારતમાં પાત્ર વસ્તીના 78 ટકા લોકોએ કોરોના વેક્સીનનો પ્રથમ ડોઝ લઈ લીધો છે, જ્યારે 35 ટકા લોકોને બંને ડોઝ આપી દેવામાં આવ્યા છે. ભારતે પહેલા જ 100 કરોડ વેક્સીન ડોઝ લગાવવાનો આંકડો પાર કરી લીધો છે. નવા આંકડા પ્રમાણે હવે માત્ર 28 ટકા પાત્ર લોકો એવા બાકી છે, જેને વેક્સીનનો એકપણ ડોઝ લાગ્યો નથી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ સોમવારે ટ્વીટ કરતા કહ્યુ કે, 'એક અસાધારણ રાષ્ટ્રની અસાધારણ સિદ્ધિ, ભારતે પાત્ર વસ્તીના 78 ટકા લોકોને પ્રથણ કોવિડ-19 વેક્સીન ડોઝ અને 35 ટકા માત્ર લોકોને બીજો ડોઝ આપ્યો છે. બધાને શુભેચ્છા કારણ કે આપણે વાયરસને હરાવવા માટે આપણા રસ્તા પર ઝડપથી આગળ વધી રહ્યાં છીએ.'


ISIના કાવતરાનો પર્દાફાશ: ભારત વિરુદ્ધ આતંકીઓની સાથે મળીને બનાવ્યો ખાસ પ્લાન


11 કરોડથી વધુ લોકોએ નથી લીધો બીજો ડોઝ
કોરોના વેક્સીનનો પ્રથમ ડોઝ લઈ ચુકેલા 11 કરોડથી વધુ લોકોએ નિર્ધારિત સમય સમાપ્ત થયા બાદ પણ બીજો ડોઝ લીધો નથી. ઓક્ટોબરના અંતમાં સામે આવેલા આંકડા જણાવે છે કે છ સપ્તાહથી વધુ સમયથી 3.92 કરોડથી વધુ લાભાર્થીઓએ બીજો ડોઝ લીધો નથી. આ રીતે આશરે 1.57 કરોડ લોકોએ ચારથી છ સપ્તાહ અને 1.5 કરોડથી વધુએ બેથી ચાર સપ્તાહના ગાળા બાદ કોવિશીલ્ડ કે કોવેક્સીનનો પોતાનો બીજો ડોઝ લીધો નથી. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube