દેશના રાજદ્વારીઓને વારંવાર હેરાન કરવા અંગે ભારતે પાકિસ્તાનને ફટકારી નોટીસ
ભારતે 48 કલાકના સમયગાળામાં આ બીજી વખત પાકિસ્તાનને નોટિસ ફટકારી છે
નવી દિલ્હીઃ ભારતે બુધવારે પાકિસ્તાનને બીજી વખત 'નોટ વર્બલ' નોટીસ ફટકારતા જણાવ્યું છે કે, તેની સુરક્ષા એજન્સીઓ દ્વારા ઈસ્લામાબાદમાં ભારતીય રાજદ્વારીઓને હેરાન-પેરાશન કરવાનું હજુ પણ ચાલુ છે. સાથે જ ભારતે પાકિસ્તાનના વિદેશ મંત્રાલયને આ ઘટનામાં હસ્તક્ષેપ કરવા જણાવ્યું છે. ભારતે 48 કલાકના સમયગાળામાં આ બીજી વખત પાકિસ્તાનને નોટિસ ફટકારી છે.
'નોટ વર્બલ' નોટિસ એટલે શું?
'નોટ વર્બલ' એક રાજદ્વારી નોટ હોય છે, જે કોઈ પત્ર કરતાં વધુ મહત્વનો હોય છે, પરંતુ એક ઔપચારિક નોંધ કરતાં તેનું મહત્વ ઓછું હોય છે. તેના પર કોઈના હસ્તાક્ષર કરેલા હોતા નથી.
સમજોતા વિસ્ફોટ કેસઃ તમામ આરોપી નિર્દોષ છૂટતાં પાકે. ભારતીય રાજદૂતને બોલાવ્યા
ભારતે બીજી નોટિસમાં જણાવ્યું છે કે, ભારતીય રાજદ્વારીઓના પરિજનોની હેરાનગતીની ઘટના એ વિયેના સંધીનું પણ ઉલ્લંઘન છે. આ અગાઉ સોમવારે પણ દેશના રાજદ્વારીઓની હેરાનગતી અંગે પાકિસ્તાનને 'નોટ વર્બલ' નોટિસ ફટકારી હતી, જેમાં પાકિસ્તાનના વિદેશ મંત્રાલયને આ મામલે હસ્તક્ષેપ કરવા જણાવાયું હતું. જોકે, તેના દ્વારા કોઈ જ કાર્યવાહી કરાઈ ન હોવાથી બીજા દિવસે ફરીથી નોટિસ ફટકારી છે.
સમજોતા વિસ્ફોટ કેસઃ NIA કોર્ટે અસિમાનંદ સહિત 3 અન્યને નિર્દોષ છોડ્યા