નવી દિલ્હી: ભારત અને પાકિસ્તાન વચ્ચે બુધવારે હવાઈ સંઘર્ષ થયા બાદ પાકિસ્તાને ભારતીય વાયુસેનાના પાઈલટ વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાનની ધરપકડ કરી લીધી. આજે મળી રહેલી માહિતી મુજબ અભિનંદનની જલદી વતન વાપસી થઈ શકે છે. આ માટે ભારત સરકાર દરેક શક્ય પ્રયત્ન કરી રહી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સૂત્રોના જણાવ્યાં મુજબ પાકિસ્તાન સ્થિત ભારતીય દૂતાવાસે પાકિસ્તાનના વિદેશ મંત્રાલયને એક ડેમાર્શ (રાજકીય પગલું કે પહેલ) સોંપ્યું છે. જેથી કરીને વિંગ કમાન્ડર અભિનંદનની જલદી સુરક્ષિત વાપસી થઈ શકે. આવું જ એક ડેમાર્શ નવી દિલ્હી સ્થિત પાકિસ્તાનના કાર્યકારી હાઈ કમિશનરને સોંપાયું છે. ન્યૂઝ એજન્સી એએનઆઈના હવાલે આ જાણકારી મળી છે. 


PAKને સણસણતો ચાબખો, ખુલીને ભારતના સમર્થનમાં આવ્યું અમેરિકા, કહ્યું-'જૈશ સામે કાર્યવાહીમાં અમે તમારી સાથે'


સૂત્રોના જણાવ્યાં મુજબ ભારતીય વાયુસેનાના વિંગ કમાન્ડરની વાપસી જલદી સુનિશ્ચિત કરવા માટે ભારત અને પાકિસ્તાની વિદેશ મંત્રાલય વચ્ચે ટોપ લેવલે વાર્તા ચાલી રહી છે. 


આ અગાઉ ન્યૂઝ એજન્સી ભાષાના જણાવ્યાં મુજબ ગઈ કાલે પણ વિદેશ મંત્રાલયે પાકિસ્તાનના કાર્યવાહક હાઈ કમિશનર સૈયદ હૈદર શાહને તલબ કરીને ભારતીય પાઈલટની તત્કાળ અને સકુશળ છૂટકારાની માગણી કરી હતી. 


નાપાક હરકતોથી બરબાદી નોતરી પાકિસ્તાને, PMએ ત્રણેય સેનાને આક્રમક કાર્યવાહી માટે આપી 'ખુલ્લી છૂટ'


મંત્રાલયે કહ્યું કે ભારતે પાકિસ્તાનને સ્પષ્ટ કર્યું છે કે ભારતીય રક્ષાકર્મીને કોઈ નુકસાન થવું જોઈએ નહીં. આ સાથે જ એક ઘાયલ રક્ષાકર્મીને પાડોશી દેશ દ્વારા આંતરરાષ્ટ્રીય માનવાધિકાર કાયદા અને જિનેવા સંધિના નિયમોનું ભંગ કરીને 'અશોભનીય રીતે દેખાડવા' બદલ ભારતે આકરો વિરોધ વ્યક્ત કર્યો છે. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...