ઈન્ડિયન નેશનલ ડવલપમેન્ટલ ઈન્ક્લુઝિવ અલાયન્સ (I.N.D.I.A.) ની ત્રીજી બેઠક 25 અને 26 ઓગસ્ટના રોજ દેશની આર્થિક રાજધાની મુંબઈમાં થવાની છે. પરંતુ તે પહેલા I.N.D.I.A. ગઠબંધનને મોટો ઝટકો મળ્યો છે. આ ઝટકો કોઈ બીજાએ નહીં પરંતુ એનસીપી પ્રમુખ શરદ પવારે આપ્યો છે. વાત જાણે એમ છે કે સુપ્રીમો શરદ પવાર આગામી 1 ઓગસ્ટના રોજ પુનામાં થનારા એક કાર્યક્રમમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મંચ શેર કરવાના છે. જેના પર વિપક્ષી ગઠબંધનના કેટલાક નેતાઓએ ચિંતા વ્યક્ત કરી છે અને તેને ગઠબંધન માટે યોગ્ય ગણાવ્યું નથી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

I.N.D.I.A. ના નેતાઓને સતાવી રહી છે આ ચિંતા
એક સૂત્રએ જણાવ્યું કે શુક્રવારે I.N.D.I.A બ્લોકના ફ્લોર લીડર્સની બેઠકમાં કેટલાક સભ્યોએ તે કાર્યક્રમમાં એનસીપી ચીફ શરદ પવારના ચીફ ગેસ્ટ હોવા પ્રત્યે ચિંતા વ્યક્ત કરી જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી લોકમાન્ય તિલક પુરસ્કારથી સન્માનિત થશે. તેનાથી વિપક્ષી એક્તાને મોટો ઝટકો લાગી શકે છે. 


સૂત્રએ એમ પણ કહ્યું કે  કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગે એનસીપી ચીફ શરદ પવાર સાથે વાત કરીને તેમના પુનાના કાર્યક્રમમાં સામેલ ન થવા અંગે અપીલ કરી શકે છે. આવું સૂચન ફ્લોર લીડર્સે આપ્યું છે. પાર્ટી સૂત્રએ કહ્યું કે I.N.D.I.A ગઠબંધનના કેટલાક નેતાઓને લાગ્યું કે જ્યારે એક જેવી વિચારધારા ધરાવતી પાર્ટીઓ 2024ની લોકસભા ચૂંટણીમાં ભાજપ સાથે મુકાબલો કરવા માટે એક સાથે આવી રહી છે તો આવામાં પીએમ મોદીની સાથે શરદ પવારના મંચ શેર કરવાથી ખરાબ પ્રભાવ પડશે. આવું થવું જોઈએ નહીં. 


I.N.D.I.A ને શું થશે નુકસાન
સૂત્રના જણાવ્યાં મુજબ ફ્લોર લીડર્સે એમ પણ કહ્યું કે પીએમ મોદીની સાથે મંચ શેર કરીને શરદ પવાર I.N.D.I.A ગઠબંધનની છબીને નુકસાન પહોંચાડશે જેને બનાવવામાં ખુબ મહેનત કરવી પડી છે અને તેનાથી જનતામાં ખોટો મેસેજ પણ જશે. ફ્લોર લીડર્સનું કહેવું છે કે પીએમ મોદીએ ઈસ્ટ ઈન્ડિયા કંપનીની સરખામણી આતંકી સંગઠન ઈન્ડિયન મુજાહિદ્દીન સાથે કરી છે. એનસીપી સુપ્રીમોને તિલક સ્મારક મંદિર  ટ્રસ્ટ તરફથી આયોજિત સમારોહમાં ચીફ ગેસ્ટ તરીકે આમંત્રણ અપાયું છે. સમારોહ દરમિયાન શરદ પવાર પોતે પીએમ મોદીને પુરસ્કાર આપશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube