મોદી સરકાર પર હુમલો, રામલીલા મેદાનમાં I.N.D.I.A ગઠબંધનમાં રાખી આ 5 માંગો
Loktantra Bachao Rally: ઈન્ડિયા ગઠબંધનની લોકતંત્ર બચાવો રેલીમાં કોંગ્રેસ સહિત વિપક્ષી પાર્ટીઓએ કેન્દ્ર સરકાર પર પ્રહારો કર્યાં હતા.
નવી દિલ્હીઃ રામલીલા મેદાનમાં ઈન્ડિયા ગઠબંધનના પક્ષો તાનાશાહી હટાવો- લોકશાહી બચાવોના નારા સાથે એકમંચ પર આવ્યા... આ દરમિયાન એક બાદ એક વિપક્ષી દળોના નેતાઓએ મોદી સરકાર સામે શાબ્દિક હુમલો કર્યો... રાહુલ ગાંધી, ઉદ્ધવ ઠાકરે, ફારૂખ અબ્દુલ્લા, તેજસ્વી યાદવ, શરદ પવાર સહિતના નેતાઓએ આક્રમકતા સાથે ભાજપ સામે પ્રહાર કર્યા.. આ દરમિયાન વિપક્ષી નેતાઓએ ભાજપ સરકારને લોકતંત્ર માટે ખતરારૂપ ગણાવ્યું.... કોઈએ વિપક્ષનો અવાજ દબાવવાનો આક્ષેપ કર્યો.. તો કોઈએ સંવિધાન પર સંકટ હોવાની વાત કરી... તો ઉદ્ધવ ઠાકરેએ નિશાન તાકતા કહ્યું કે, મોદી સરકારે ED, CBI અને IT સાથે ગઠબંધન કર્યું છે.. જ્યારે કે રાહુલ ગાંધીએ દાવો કર્યો કે, 2024ની લોકસભા ચૂંટણીમાં ભાજપ 400 પાર તો દૂર પરંતુ 180 બેઠકો પણ હાંસલ નહીં કરી શકે...
દિલ્લીમાં વિપક્ષના શક્તિપ્રદર્શનના કેન્દ્રમાં હતી મહિલા શક્તિ... જેમા અરવિંદ કેજરીવાલના પત્ની સુનિતા કેજરીવાલ અને હેમંત સોરેનના પત્ની કલ્પના સોરેન સામેલ હતા.. તો સોનિયા ગાંધી પણ આજના કાર્યક્રમમાં હાજર રહેતા આમઆદમી પાર્ટીએ સૌભાગ્યપૂર્ણ વાત ગણાવી..
સભાને સંબોધન કરતા સુનિતા કેજરીવાલે અરવિંદ કેજરીવાલને સિંહ ગણાવ્યા.. તો સાથે સાથે કહ્યું કે, કેજરીવાલ ગત જન્મમાં સાચા દેશભક્ત હતા જે શહીદ થયા હતા... જ્યારે કે કલ્પના સોરેને લોકતંત્ર ખતમ કરવાના ષડયંત્રનો દાવો કરીને મોદી સરકાર પર નિશાન તાક્યું...
આ રેલીમાં વિપક્ષે આરોપ લગાવતા આ પાંચ માંગો સામે રાખી છે.
1. ભારતના ચૂંટણી પંચે લોકસભા ચૂંટણીમાં સમાન અવસર મળે તે નક્કી કરવું જોઈએ.
2. ચૂંટણી પંચે ચૂંટણીમાં હેરાફેરી કરવાના ઉદ્દેશ્યથી, વિપક્ષી રાજકીય પક્ષો વિરુદ્ધ ઇનકમ ટેક્સ, ઈડી અને સીબીઆઈ દ્વારા થતી બળપૂર્વકની કાર્યવાહી રોકવી જોઈએ.
3. હેમંત સોરેન તથા અરવિંદ કેજરીવાલને તાત્કાલીક છોડવામાં આવે.
4. ચૂંટણી દરમિયાન વિપક્ષી રાજકીય દળોને આર્થિક રૂપથી નબળા પાડવાની કાર્યવાહી તત્કાલ બંધ થવી જોઈએ.
5. ચૂંટણી બોન્ડનો ઉપયોગ કરી ભાજપ દ્વારા બદલાની ભાવના, બળજબરી વસૂલી અને money laundering ના આરોપોની તપાસ માટે સુપ્રીમ કોર્ટની દેખરેખમાં એસઆઈટીની રચના કરવી જોઈએ.
આ તરફ ભાજપે વિપક્ષી એકતા પર વાર કર્યા... ભાજપે એકમંચ પર આવેલા નેતાઓ પર કટાક્ષ કરતા કહ્યું કે, આજે લોકશાહી નહીં પરંતુ સ્ટેજ પર એકત્ર થયેલા લોકો ખતરામાં છે...
લોકસભા ચૂંટણી માટે પ્રથમ તબક્કાના મતદાન પહેલા વિપક્ષની આ મહારેલી ભાજપ સામે એક શક્તિપ્રદર્શન હતું.... ઈન્ડિયા ગઠબંધનમાં ભલે બેઠકોની માથાકૂટ ચાલતી હોય, પરંતુ આજે તમામ પક્ષો મોદી સરકાર વિરુદ્ધ એક થયા... સાથે જ હાથમાં હાથ મિલાવીને ભાજપને હરાવવાનો સંકલ્પ કર્યો... જોકે આ એકતાની તસવીર લોકશાહી બચાવવા માટેની છે કે પછી મોદી સરકાર સામે પડકાર ઉભો કરવાની તે એક સવાલ છે.. પરંતુ તમામ આ એકતા અને ગઠબંધન શક્તિનું ખરુ પરિણામ 4 જૂને દેશની સામે આવશે.. જેની રાહ જોવાઈ રહી છે.