નવી દિલ્હીઃ India-China Meeting: ભારત અને ચીનની સેનાઓએ પૂર્વી લદ્દાખમાં ચાલી રહેલા ગતિરોધને હલ કરવા માટે ડીબીઓ (DBO)અને ચુશૂલ (Chushul ) માં મેજર જનરલ સ્તરની ચર્ચા કરી. ન્યૂઝ એજન્સી એએનઆઈ અનુસાર રક્ષા સૂત્રએ જણાવ્યું કે બંને સ્થાન પર ભારતીય પક્ષનું પ્રતિનિધિત્વ મેજર જનરલ પીકે મિશ્રા અને મેજર જનરલ હરિહરને કર્યુ હતું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પેડસાંગ પ્લેન્સ અને સીએનએન જંક્શન પર મુદ્દાને ઉકેલલા માટે વાતચીત થઈ છે. ચીન-ભારત કોર કમાન્ડર લેવલની બેઠકનો 19મો રાઉન્ડ 13થી 14 ઓગસ્ટ સુધી ભારતીય સરહદ તરફ ચુશૂલ-મોલ્ડો સરહદ પર આયોજીત કરવામાં આવ્યો. જેમાં બંને પક્ષ એલએસી પર ઘણા મુદ્દાને હલ કરવા પર સહમત થયા હતા. સંયુક્ત નિવેદનમાં કહેવામાં આવ્યું કે બંને પક્ષ મુદ્દાને જલદી હલ કરવા અને સૈન્ય તથા રાજદ્વારી ચેનલોના માધ્યમથી વાતચીતની ગતિને બનાવી રાખવા પર સહમત થયા છે. 


આ પણ વાંચોઃ રાહુલ ગાંધી અમેઠીથી લડશે લોકસભા ચૂંટણી, યુપી કોંગ્રેસ અધ્યક્ષ અજય રાયની જાહેરાત


વિદેશ મંત્રાલયે જારી કર્યું હતું નિવેદન
વિદેશ મંત્રાલયે ચીનની સાથે સૈન્ય વાતચીત પર 15 ઓગસ્ટે કહ્યું હતું કે બંને પક્ષો વચ્ચે પશ્ચિમી ક્ષેત્રમાં એલએસી પર બાકી મુદ્દાના સમાધાન પર ઉંડાણપૂર્વક ચર્ચા થઈ છે. બંને પક્ષ આ મુદ્દાને હલ કરવા પર સહમત થયા છે. ભારતીય અને ચીની સેના પૂર્વી લદ્દાખમાં ગતિરોધના કેટલાક બિંદુઓ પર ત્રણ વર્ષ કરતા વધુ સમયથી આમને-સામનેની સ્થિતિમાં છે. 


ગલવાન ઘાટી ઘર્ષણ બાદ બગડી સ્થિતિ
બંને પક્ષોએ વ્યાપક રાજદ્વારી અને સૈન્ય વાટાઘાટો બાદ અનેક વિસ્તારોમાંથી સૈનિકો હટાવવાની પ્રક્રિયા પૂર્ણ કરી છે. અગાઉ, 23 એપ્રિલે યોજાયેલી સૈન્ય વાટાઘાટોના 18માં રાઉન્ડમાં, ભારતીય પક્ષે ડેપસાંગ અને ડેમચોકમાં શક્ય તેટલી વહેલી તકે બાકી મુદ્દાઓને ઉકેલવાની હિમાયત કરી હતી. જૂન 2020 માં ગલવાન ઘાટીમાં ભીષણ અથડામણ પછી બંને દેશો વચ્ચેના સંબંધોમાં ખટાશ આવી ગઈ, જે દાયકાઓમાં બંને પક્ષો વચ્ચેનો સૌથી ગંભીર લશ્કરી સંઘર્ષ હતો.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube