ડોકલામ જેવા ગતિરોધ વચ્ચે ભારત અને ચીનની સેનાઓ વચ્ચે મહત્વનો નિર્ણય
સંરક્ષણ મંત્રાલયે કહ્યું કે, બંન્ને પક્ષોએ પ્રસ્તાવિત હોટલાઇને ઝડપથી શરૂ કરવા અંગે પણ નિર્ણય લેવામાં આવ્યો હતો
નવી દિલ્હી : ભારત અને ચીને સંરક્ષણ સહયોગ મુદ્દે નવી દ્વિપક્ષીય સમજુતી પર કામ કરવાનું ગુરૂવારે નિર્ણય લીધો અને પોતાની સેનાઓ વચ્ચે અલગ અલગ સ્તર પર સંવાદ વધારવા અંગે સંમત થયા જેથી ડોકલામ પ્રકારનાં ગતિરોધથી બચી શકાય. અધિકારીઓએ જણાવ્યું કે, સંરક્ષણ મંત્રી નિર્મલા સીતારમણ અને તેમના ચીની સમકક્ષ વેઇ ફંગહની વચ્ચે આશરે બે કલાક ચાલી બેઠકમાં બંન્ને દેશોની સેનાઓની વચ્ચે પરસ્પર વિશ્વાસ બહાલીના ઉપાય અંગે ધ્યાન કેન્દ્રીત કર્યું. બંન્ને દેશની સેનાઓ 3500 કિલોમીટર ભારત-ચીન સીમાનું સંરક્ષણ કરે છે.
સંરક્ષણ મંત્રાલયે કહ્યું કે બંન્ને પક્ષોના પ્રસ્તાવિક હોટલાઇનને ઝડપથી ચાલુ કરવા અંગે પણ નિર્ણય કર્યો. સુત્રોએ કહ્યું કે, સીતારમણ સીમા પાર આતંકવાદના કારણે ભારતની સમક્ષ આવનારા પડકારો, અફઘાનિસ્તાનમાં શાંતિ અને સ્થિરતા અંગે પોતાનાં વિચાર અને દક્ષિણ ચીન સાગરમાં નૌવહન સ્વતંત્રતા અને તેની ઉપરથી વિમાનોની ઉડ્યનોનાં મુદ્દે ચર્ચા કરી હતી.
તેમણે 46 અબજ ડોલરના ચીન-પાકિસ્તાન આર્થિક કોરિડોરના મુદ્દે પણ ચર્ચા કરી જે પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાંથી પસાર થાય છે. તેમણે કહ્યું કે, તે ભારતની સંપ્રભુતાનું હનન છે. સુત્રોએ જણાવ્યું કે, બંન્ને પક્ષોએ એપ્રીલમાં વુહાન શિખર સમ્મેલનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી ચિનફિંગની વચ્ચે લેવાયેલા નિર્ણયને લાગુ કરવા અંગે ધ્યાન કેન્દ્રીત કર્યું. તેમાં બંન્ને સેનાઓની વચ્ચે સામરિક સંવાદ વધારવાનો પણ સમાવેશ થાય છે.
સંરક્ષણ મંત્રાલયની તરફથી બહાર પડાયેલ વિજ્ઞપ્તીમાં કહેવામાં આવ્યું કે, પ્રશિક્ષણ, સંયુક્ત અભ્યાસ અને અન્ય પ્રોફેશનલ જોડાણ મુદ્દે શસ્સ્ત્ર સેનાઓની વચ્ચે સંવાદ વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો. બંન્ને પક્ષોએ સંરક્ષણ આદાન-પ્રદાન મુદ્દે નવા દ્વિપક્ષીય એમઓયુ અંગે કામ કરવા અને 2006માં સહી કરાયેલા એમઓયુને બદલવા માટે સહયોગ કરવાનો નિર્ણય કર્યો હતો.
સીતારમણ અને વેઇએ દ્વિપક્ષીય ક્ષેત્રીય અને આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર સ્વતંત્ર, સકારાત્મક અને નિસંકોચ ચર્ચા કરી. મંત્રાલયે કહ્યું કે, વિશ્વાસ બહાલીના ઉપાયોને સંપુર્ણ લાગુ કરવા માટે કામ કરવા અંગે સંમતી સધાઇ હતી. સાથે જ શાંતિ અને ધેર્ય જાળવી રાખવા માટે કાર્યકારી સ્તર પર વધારે સંવાદ સ્થાપિત સ્થાપવા માટેની સંમતી સધાઇ.