નવી દિલ્હી : ભારતે ચીની ટાયરોની હવા કાઢી નાખી છે. ભારતમાં ઇમ્પોર્ટ થનારા રબર ટાયરો પર સરકારને કડક પ્રતિબંધ લગાવી દીધો છે. જેના કારણે 20 દેશોથી ભારતમાં આવનારા ટાયર પર અસર પડશે જેમાં થાઇલેન્ડ અને ચાઇના સામે આવનારા ટાયરો પર અસર પડશે જેમાં થાઇલેન્ડ અને ચાઇનાથી આવનારા ટાયરોનો પણ સમાવેશ થાય છે. પ્રતિબંધ હેઠળ ઇમ્પોર્ટર માટે લાયસન્સ ફરજીયાત થશે. તેના વગર ટાયર નહી લાવી શકાય.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

લદ્દાખ હિંસામાં 20 ભારતીય સૈનિક શહીદ, ચીનનાં 43 જવાનો ઠાર મરાયા હતા

આ ટાયરો પર લગાવાશે પ્રતિબંધ
જે ટાયરો પર પ્રતિબંધ લાગ્યો છે તેમાં મોટરકાર, રેસિંગ કાર, કાર, બસ મોટર સાયકલ અને સાયકલનો સમાવેશ થાય છે. જો કે તેમાં ટ્રકનાં ટાયરનો સમાવેશ થતો નથી. ટાયર માર્કેટનાં નિષ્ણાંત વિપિન કુમારનાં અનુસાર ચીન પાસે એવા કયા રિસોર્સ છે જે ભારત પાસે નથી. અમે ઇચ્છીએ છીએ કે, ઇન્ડિયા પાસે પણ આવી ફેસેલિટી હોવી જોઇએ, જેથી પ્રોડક્ટતો તેમની આવે પરંતુ વેચાય નહી. એટલી કેપેબિલિટી આપણી હોવી જોઇએ. આ તો મોદીજીએ નિર્ણય લીધો છે તેના કારણે આપણી ઇન્ડસ્ટ્રીને ટાઇમ મળશે કંપીટ કરવા માટે. વધારે સારા બનવા માટે. ચીનથી વધારે મજબુત બનવા માટે. અત્યાર સુધી એવું થતું હતું કે, કોઇ પણ વ્યક્તિ ઇમ્પોર્ટર બનતો હોય છે. લાયા માર્કેટમાં ફેંકી દીધું. વધારે ટેન્શન નથી પરંતુ હવે લાયસન્સ પોલિસી લાગુ થઇ જશે તો રેસ્ટ્રિક્ટેડ હશ, ઓછું આવવાનું ચાલુ થશે તો શક્ય છે કેતે જ ભાવમાં ભારતીય પ્રોડક્ટ હોય અથવા તેના કરતા પણ ઓછી કિંમતમાં હોય. 


LAC: ભારત-ચીન ઘર્ષણ અંગે વિદેશ મંત્રાલયે કહ્યું કે, બંન્ને દેશોએ ઉઠાવવું પડ્યું નુકસાન

તેમણે કહ્યું કે, ચીનનાં ફર્સ્ટ હેન્ડ ટાયર આવે છે. ચીન પોતાની સ્પીડથી દોડશે તે અટકશે નહી, એટલી મોટી મહામારીમાં તેઓ અટક્યા નહોતા નાની મોટી વસ્તુઓથી તે નહી અટકે. ભારત આજની તારીખે સૌથી મોટુ માર્કેટ છે. ચીનને ઇકોનોમિમાં ઝટકો લાગશે કારણ કે ભારત સૌથી મોટુ માર્કેટ છે. તે ક્યાંકને ક્યાંક તો મોટો ઉપયોગ શોધી કાઢશે, તેટલું પ્રોડક્શન ક્યાં લઇ જશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube