નવી દિલ્હી: ભારત કોવિડ-19 વિરુદ્ધ DNA રસી લગાવનારો દુનિયાનો પહેલો દેશ બની ગયો છે. DNA આધારિત ઝાયકોવ-ડી(ZyCov D) ભારતની પહેલી નીડલ ફ્રી અને બીજી સ્વદેશી કોવિડ-19 રસી છે. આ રસીથી સોયથી ડરનારા લોકોને રાહત મળશે. હવે કોઈ પણ દુખાવા વગર રસીકરણ થઈ શકશે. આ બાજુ કોરોનાની સ્થિતિ વિશે વાત કરીએ તો દેશમાં છેલ્લા 24 કલાકમાં 1.07 લાખ નવા કેસ નોંધાયા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોરોનાની દેશમાં સ્થિતિ
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આજે સવારે જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના વાયરસના નવા 1,07,474 દર્દીઓ નોંધાયા છે. જ્યારે 2,13,246 દર્દીઓ કોરોનાને માત આપીને રિકવર પણ થયા છે. હાલ દેશમાં કોરોનાના 12,25,011 દર્દીઓ સારવાર હેઠળ છે. એક દિવસમાં 865 લોકોએ કોરોનાથી જીવ ગુમાવ્યા છે. અત્યાર સુધીમાં કોરોનાથી થયેલા મૃત્યુનો આંકડો 5,01,979 થયો છે. ડેઈલી પોઝિટિવિટી રેટ 7.42% થયો છે. રસીકરણની વાત કરીએ તો અત્યાર સુધીમાં કોરોના રસીના 1,69,46,26,697 ડોઝ આપવામાં આવ્યા છે. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube