નવી દિલ્હી: રક્ષા મંત્રાલયે ગત સરકારમાં જ અમેરીકા પાસેથી નેશનલ એડવાન્સ સરફેસ ટૂ એર મિસાઇલ સિસ્ટમ એટલે NASAMS 2ની ખરીદી કરવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. હવે અમેરીકા પણ 2 મહિનાની અંદર આ ડીલ પર સહી કરે તેવી સંભાવના છે. આ ડીલ લગભગ 6 હજાર કરોડ રૂપિયાની હશે. આ સિસ્ટમ 25 કિ.મીની ઊંચાઈ સુધી 55થી 180 કિલોમીટરના અંતર સુધીના પ્રત્યેક એરક્રાફ્ટ, ડ્રોન અથવા મિસાઇલને નિષ્ફળ કરી દેશે. નાસામ્સ 2માં અમેરીકામાં જ બનેલા સેંટિગ રડાર અને જમીનથી ફાયર થતી સામાન્ય મિસાઇલો ઉપરાંત જમીનથી હવામાં ફાયર કરવામાં આવતી સ્ટિંગર મિસાઇલો અને હવાઇ સુરક્ષા આપતી ગન સિસ્ટમ લગાવેલી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વધુમાં વાંચો: બિહાર: શક્તિ સિંહ ગોહિલને લઇ બબાલ, હવે આ નેતાએ કહ્યું- ‘કોંગ્રેસમાંથી કરો બહાર’


નાસામ્સને ભારતીય શહેરોને હવાઇ હુમલાથી સુરક્ષા આપનારી સિસ્ટમ્સમાં સૌથી છેલ્લે ઉપયોગ કરવામાં આવશે.


માત્ર અશ્લીલ ફોટા પોતાની પાસે રાખવા એ દંડનીય ગુનો નથી: કેરળ હાઇકોર્ટ


તેમાં એડવાન્સ એર ડિફેન્સ એટલે AAD અને પૃથ્વી એર ડિફેન્સ એટલે PAD સામેલ છે. એએડી કોઇપણ બૈલેસ્ટિક અથવા ક્રૂઝ મિસાઇલને વાયુમંડળમાં આવ્યા બાદ 30 કિમીની ઉંચાઇ પર 4.5 મેકની ગતીથી નષ્ટ કરી શકે છે. ત્યારે પીએડી વાયુમંડળની બહાર એટલે કે, 80 કિમીથી વધારે ઉંચાઇ પર 5 મેકની ગતીથી જાય છે અને કોઇ પણ રેન્જની બેલેસ્ટિક મિસાઇલને નષ્ટ કરી શકે છે.


વધુમાં વાંચો: Kathua Rape Case Verdict LIVE: કઠુઆ ગેંગરેપ કેસમાં 6 દોષી, 1 નિર્દોષ


ભારતની મિસાઇલ શીલ્ડમાં સૌથી બહારની છત હશે. ત્યારે સૌથી છેલ્લી સુરક્ષા માટે સ્વજેશી આકાશ મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ અને ઇઝરાયના સહયોગથી બનાવમાં આવતી જમીનથી ફાયર કરનારી બરાક મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ હશે. ભારતના બંને પાડોશી એટલે કે, પાકિસ્તાન અને ચીન તેમના મિસાઇલ હુમલાની ધાર તેજ કરી રહ્યું છે. ચીન ડોંગફેંગ સીરીઝની મિસાઇલ 14000 કીમી સુધીની છે ત્યારે પાકિસ્તાને ચીન અને ઉત્તર કોરીના સહયોગથી અબાબીલ, શાહીન, ગૌરી, ગજનવી અને બાબર બેલેસ્ટિક અને ક્રૂઝ મિસાઇલ બનાવી છે. જેની રેન્જ 300 કિમીથી લઇને 3000 કિમી સુધીની છે.


જુઓ Live TV:- 


દેશના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...