નવી દિલ્હી : ભારત અને પાકિસ્તાનનાં વિદેશમંત્રીઓની યુએનજીએમાં થનારી મુલાકાત હવે નહી થાય. ભારતે કાશ્મીરમાં સુરક્ષાદળોની હત્યા અને પાકિસ્દાન દ્વારા આતંકવાદીઓનું મહિમામંડન કરતા 20 ટપાલ ટિકિટ ઇશ્યું કરવાનાં મુદ્દે નારાજગી વ્યક્ત કરી છે. વિદેશ મંત્રાલયનાં પ્રવક્તા રવીશ કુમારે કહ્યું કે, પાકિસ્તાની વડાપ્રધાન અને વિદેશ મંત્રીએ પત્રની ભાવનાને જોતા આ મુલાકાતનો નિર્ણય લીધો હતો. કુમારે કહ્યું કે, પાકિસ્તાની વડાપ્રદાન આતંકવાદ અંગે પણ ચર્ચા માટેની વાત કરી હતી. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે કહ્યું કે, તેમની મુલાકાતની વાતની પાછળ પણ તેમનાં નાપાક ઇરાદાઓ જ છે. તેનો ખુલાસો થઇ ચુક્યો છે. પાકિસ્તાની વડાપ્રધાન ઇમરાન ખાન અસલી ચહેરો તેમનાં કાર્યકાળની શરૂઆતી દિવસોમાં જ સામે આવ્યો છે. એવા સમયે ભારત અને પાકિસ્તાન વચ્ચે કોઇ વાતચીત અર્થહિન છે. પરિસ્થિતી બદલવાનાં કારણે હવે ન્યૂયોર્કમાં ભારત અને પાકિસ્તાનના વિદેશમંત્રીઓ વચ્ચે મુલાકાત નહી થાય.

અત્રે ઉલ્લેખનીય છે કે, ભારતે ગુરૂવારે કહ્યું હતું કે, તેઓ પાકિસ્તાનનાં નિવેદન અંગે બંન્ને દેશોનાં વિદેશમંત્રીઓની મીટિંગ માટે સંમત છે. આ મુલાકાત ન્યૂયોર્કમાં યુએનજીએ (યૂનાઇટેડ નેશન જનરલ એસેમ્બલી) દરમિયાન થશે. વિદેશ મંત્રાલયે તેમ પણ સ્પષ્ટ કર્યું હતું કે, આ મીટિંગનો અર્થ નથી કે પાકિસ્તાનનાં પ્રત્યે અમારી નીતિમાં કોઇ પરિવર્તન આવ્યું છે, ન જ તેને સંવાદની શરૂઆત માનવામાં આવે. 



પત્રકારો સાથે ચર્ચા કરતા વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે કહ્યું હતું કે, બંન્ને દેશોનાં વિદેશ મંત્રીઓની આ મુલાકાત ન્યૂયોર્કમાં યુએનજીએ દરમિયાન થશે. તેનો દિવસ અને સમય બંન્ને દેશોની સંમતીની નક્કી થશે. 

રવીશ કુમારે કહ્યું હતું કે, આપણે માત્ર મુલાકાત માટે જ હા પાડી છે, આ મીટિંગનો કોઇ એજન્ડા નિશ્ચિત કર્યું છે. તે ઉપરાંત ભારતે સાર્ક સમ્મેલન અંગે પોતાનું વલણ બેવડું કર્યું છે.  તે અગાઉ પાકિસ્તાનનાં વડાપ્રધાન ઇમરાન ખાને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને મહત્વપુર્ણ મુદ્દાઓ પર વાતચીતને ફરીથી ચાલુ કરવા માટેની વાત કરવામાં આવી હતી. જેમાં કાશ્મીર અને આતંકવાદનાં મુદ્દાનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.