ભારત અને કેનેડા વચ્ચે ચાલી રહેલી તનાતની વચ્ચે કેનેડામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના પરિવારજનો દહેશતમાં આવી ગયા છે. હવે મોદી સરકારે માતાપિતાની ચિંતા દૂર થાય એવી જાણકારી આપી છે. વિદેશ મંત્રાલયે ગુરુવારે 44 મિનિટની પ્રેસ કોન્ફરન્સમાં કેનેડા અંગે એક એક સવાલના જવાબ આપ્યા. સરકારે કેનેડાની સાથે સાથે સમગ્ર દુનિયા સામે ભારતનું સ્ટેન્ડ પણ સ્પષ્ટ કર્યું. અનેક લોકોના મનમાં કેનેડા અને ભારત વચ્ચેના સંબંધોમાં આવેલી ખટાશ અંગે સવાલો છે. 


પહેલો સવાલ એ છે કે કેનેડામાં રહેતા વિદ્યાર્થીઓનું શું થશે? ભારતમાં માતા પિતા તેમના ભવિષ્યને લઈને ચિંતિત છે. તેને લઈને ભારત સરકારે સૌથી પહેલા કેનેડામાં અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓને લઈને ચિંતા દૂર થાય એવું નિવેદન આપ્યું છે. વિદેશ મંત્રાલયનું કહેવું છે કે સંબંધોની અસર ભારતના વિદ્યાર્થીઓ પર પડશે નહીં. એટલે સુધી કે વિઝા પર લગાવવામાં આવેલા હંગામી પ્રતિબંધની અસર પણ ભારતીય વિદ્યાર્થીઓ પર પડશે નહીં. એટલે કે કેનેડામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના પરિજનોએ હવે ડરવાની કોઈ જરૂર નથી. 


Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube