નવી દિલ્હીઃ Lok Sabha Session: અરૂણાચલ પ્રદેશના તવાંગમાં ભારત અને ચીનના સૈનિકોના ઘર્ષણના મુદ્દા પર બુધવારે લોકસભામાં હંગામો થયો હતો. કોંગ્રેસ સાંસદ સોનિયા ગાંધીના નેતૃત્વમાં કોંગ્રેસના લોકસભા સાંસદો અને તૃણમૂલ કોંગ્રેસ (TMC) ના સાંસદોએ ગૃહમાંથી વોકઆઉટ કર્યું હતું. વિપક્ષ ભારત-ચીન સરહદ મુદ્દા પર ચર્ચાની માંગ કરી રહ્યો હતો. બુધવારે જ્યારે પ્રશ્નકાળ સમાપ્ત થયો, કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરીએ ભારત-ચીન સરહદ સ્થિતિ પર ચર્ચાની માંગ કરી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તેમણે કહ્યું કે પૂર્વ પ્રધાનમંત્રી પંડિત જવાહરલાલ નેગરૂએ 1962માં ભારત-ચીન યુદ્ધ પર લોકસભામાં ચર્ચાની મંજૂરી આપી હતી. અધીર રંજન ચૌધરીએ કહ્યુ હતુ કે અમે ભારત-ચીન સરહદ સ્થિતિ પર ચર્ચાની માંગ કરીએ છીએ. 1962માં જ્યરે ભારત-ચીન યુદ્ધ થયું હતું, જવાહરલાલ નેગરૂએ આ ગૃહમાં 165 સાંસદોને બોલવાની તક આપી હતી. ત્યારબાદ નક્કી કરવામાં આવ્યું હતું કે આપણે શું કરવાનું છે. 


આ પણ વાંચોઃ ધોળે દિવસે 12માં ધોરણની વિદ્યાર્થની પર એસિડ ફેંક્યો, એકની ધરપકડ


સ્પીકરે આપ્યો આ જવાબ
કોંગ્રેસ નેતાની માંગનો જવાબ આપતા લોકસભા સ્પીકર ઓમ બિરલાએ કહ્યુ કે બિઝનેસ એડવાઇઝરી કમિટીની બેઠકમાં તેના પર નિર્ણય લેવામાં આવશે. સ્પીકરે જ્યારે ગૃહની કાર્યવાહીને આગળ વધારી, કોંગ્રેસની સાથે-સાથે ટીએમસીએ વિરોધમાં વોકઆઉટ કર્યું અને સરકાર પર ભારત-ચીન સરહદ મુદ્દા પર ચર્ચાની મંજૂરી ન આપવાનો આરોપ લગાવ્યો. ટીએમસી સાંસદ સુદીપ બંધોપાધ્યાયે પણ ગૃહમાં ચર્ચાની માંગ ઉઠાવતા કહ્યું કે, તેમની પાર્ટીના સભ્ય સરકારના વલણના વિરોધમાં વોકઆઉટ કરી રહ્યાં છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube