નવી દિલ્હી : લદ્દાખમાં ચીનની સાથે ચાલી રહેલા વિરોધ પર રાજકીય પારો ચઢેલો છે. વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) પરથી સારા સમાચાર આવી રહ્યા છે. ભારત અને ચીનનાં સૈનિક પૂર્વ લદ્દાખાં ત્રણ અલગ અલગ ક્ષેત્રોમાં પોતાની સેના પરત હટાવી લીધી છે. આ અઠવાડીયે થનારી સૈન્ય વાતચીત પહેલા બંન્ને દેશો તરફથી થયેલી આ પહેલના પગલે એક મહિનાથી પણ વધારે સમયથી ચાલી રહેલા તણાવના ખતમ થવાની આશા વધી ચુકી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જ્યોતિરાદિત્ય સિંધિયા અને તેમના માતામાં જોવા મળ્યા કોરોનાના લક્ષણો, મેક્સ હોસ્પિટલમાં દાખલ 

ભારત અને ચીનની સેનાની વચ્ચે આ અઠવાડીયે પેટ્રોલિંગ પોઇન્ટ 14 (ગલવાર એરિયા), પેટ્રોલ પોઇન્ડ 15 અને હોટ સ્પ્રિંગ એરિયા સહિત લદ્દાખનાં અનેક અલગ અલગ સ્થળો પર મીટિંગ થવાની છે. સરકારનાં ટોપનાં સુત્રો દ્વારા આ માહિતી આપવામાં આવી છે. તેમણે કહ્યું કે, ચીનની સેના ગલવાન વૈલી, પેટ્રોલિંગ પોઇન્ટ, 15 અને હોટ સ્ર્પિંગ્સ એરિયાથી 2- 2.5 કિલોમીટર પાછી હટી ચુકી છે. સુત્રોએ કહ્યું કે, તે 6 જૂને લેફ્ટિનેંટ જનરલ સ્તરની મંત્રણા થઇ અને વાતચીત આવનારા મીટિંગની અસર છે. 


21 જૂનના રોજ સર્જાશે સૂર્ય ગ્રહણ, જાણો શું છે સમય અને ક્યાં જોવા મળશે

સુત્રોએ કહ્યું કે, જો કે પહેલા ચીનની સેના પરત બોલાવી લીધી તો ભારતે પણ આ  વિસ્તારમાંથી પોતાનાં કેટલાક સૈન્ય વાહનો પરત બોલાવી લીધા. તેના અનુસાર તણાવના આ બિંદુઓ પર બંન્ને તરફથી બટાલિયન કમાન્ડર સ્તરની વાતચીત ચાલી રહી છે. ચીન સાથે વાતચીત માટે ભારતીય સૈન્ય દળો પહેલાથી જ ચુસુલમાં હાજર છે જે વરિષ્ઠ અધિકારીઓની મદદ કરી રહ્યા છે. 


Corona virus: તમામ સરકારી ઓફીસ માટે નવી ગાઇડલાઇન? વાયરલ થઇ રહેલા મેસેજનું સત્ય

અત્રે ઉલ્લેખનીય છે કે, કેટલાક લોકો લદ્દાખમાં ચીની સેનાના ખુબ જ અંદર સુથી આવવાનો દાવો કરી રહ્યા છે. લેફ્ટિનેંટ જનરલ (રિટાયર્ડ) એચએસ પનાગે તો એક લેખ લખીને કહ્યું કે, ચીની સેના લદ્દાખમાં ભારતીય ક્ષેત્રની અંદર 40થી 60 વર્ગ કિલોમીટર પર કબ્જો કરી લીધો છે. જો તે સાચુ હોય તો માત્ર 2થી 2.5 કિલોમીટર ચીની સેનાનું પાછુ હટવું શાંતિપુર્વક મુદ્દાનો ઉકેલ લાવવાનો સંકેત માત્ર જ ગણી શકાય.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube