India China Faceoff: અરુણાચલ પ્રદેશના તવાંગમાં ભારત અને ચીની સૈનિકો વચ્ચે ઘર્ષણને લઈને સંસદમાં વિપક્ષી સભ્યોનો હંગામો સતત ચાલુ છે અને વિપક્ષ પીએમ નરેન્દ્ર મોદી પાસેથી જવાબની માંગ પર અડગ છે. આ બધા વચ્ચે રક્ષામંત્રી રાજનાથ સિંહે આજે સંસદમાં આ મામલે નિવેદન આપ્યું. પહેલા લોકસભા અને પછી રાજ્યસભામાં રક્ષામંત્રીએ નિવેદન આપ્યું. તેમણે સરહદ પર સ્થિતિની જાણકારી આપતા કહ્યું કે સરહદ પર ચીની સૈનિકો સાથે હાથાપાઈ થઈ. જેનો ભારતીય સેનાએ જડબાતોડ જવાબ આપ્યો. તેમણે કહ્યું કે ચીને સરહદ પર યથાસ્થિતિ બદલવાની કોશિશ કરી પરંતુ આપણા સૈનિકોએ બહાદુરી દેખાડતા તેમને પાછા ખદેડી મૂક્યા. 


રાજનાથ સિંહનું નિવેદન
અરુણાચલ પ્રદેશના તવાંગમાં તાજેતરમાં થયેલા ચીનના સૈનિકો સાથેના ઘર્ષણ મુદ્દે રક્ષામંત્રી રાજનાથ સિંહે આજે લોકસભામાં નિવેદન આપ્યું. રાજનાથ સિંહે કહ્યું કે 9 ડિસેમ્બરના રોજ PLA ટુકડીએ તવાંગ સેક્ટરના યાંગ્ત્સે વિસ્તારમાં LAC પર અતિક્રમણ કરીને યથાસ્થિતિને એકતરફી રીતે બદલવાનો પ્રયત્ન કર્યો. ચીનના આ પ્રયત્નનો આપણી સેનાએ દ્રઢતા સાથે સામનો કર્યો. આ ઘર્ષણમાં હાથાપાઈ થઈ. ભારતીય સેનાએ  બહાદુરીથી PLA ને આપણા વિસ્તારમાં અતિક્રમણ કરતા રોકી અને તેમને તેમના કેન્દ્ર પર પાછા ફરવા માટે મજબૂર કર્યા. આ ઘર્ષણમાં બંને તરફથી કેટલાક સૈનિકોને ઈજા થઈ. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube