`ગિલગિટ-બાલ્ટિસ્તાનના નામે વાયરલ થઈ રહેલું ટ્વિટર હેન્ડલ અમારું નથી`, ભારત સરકારની સ્પષ્ટતા
ટ્વીટર પર ગિલગિટ-બાલ્ટિસ્તાનના નામે લોન્ચ થયેલા એક ટ્વીટર હેન્ડલ પર ભારત સરકારે સ્પષ્ટતા કરી છે કે આ ટ્વીટર હેન્ડલ સાથે તેમને કોઈ લેવાદેવા નથી. @GB_Ladakh_India નામના આ ટ્વીટર હેન્ડલને ફોલો કરવા માટે જાણે ટ્વીટર પર હોડ મચી છે. આ મહિને એટલે કે મેમાં જ બનેલા આ એકાઉન્ટમાં જે જાણકારી છે તેમાં દાવો કરવામાં આવ્યો છે કે તે કેન્દ્રશાસિત લદાખનું અધિકૃત ટ્વીટર હેન્ડલ છે. પરંતુ સરકારે સ્પષ્ટતા કરી કે આ એકાઉન્ટમાં અપાયેલી જાણકારી સાચી નથી.
નવી દિલ્હી: ટ્વીટર પર ગિલગિટ-બાલ્ટિસ્તાનના નામે લોન્ચ થયેલા એક ટ્વીટર હેન્ડલ પર ભારત સરકારે સ્પષ્ટતા કરી છે કે આ ટ્વીટર હેન્ડલ સાથે તેમને કોઈ લેવાદેવા નથી. @GB_Ladakh_India નામના આ ટ્વીટર હેન્ડલને ફોલો કરવા માટે જાણે ટ્વીટર પર હોડ મચી છે. આ મહિને એટલે કે મેમાં જ બનેલા આ એકાઉન્ટમાં જે જાણકારી છે તેમાં દાવો કરવામાં આવ્યો છે કે તે કેન્દ્રશાસિત લદાખનું અધિકૃત ટ્વીટર હેન્ડલ છે. પરંતુ સરકારે સ્પષ્ટતા કરી કે આ એકાઉન્ટમાં અપાયેલી જાણકારી સાચી નથી.
કેન્દ્રીય ગૃહ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું છે કે કેન્દ્રશાસિત લદાખનું ફક્ત @DIPR_LEH અને @informationDep4 નામથી ટ્વીટર હેન્ડલ છે. આ ઉપરાંત તેમને અન્ય કોઈ ટ્વીટર હેન્ડલ સાથે લેવાદેવા નથી.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube