રાહુલ જ્યાંના સાંસદ છે તે અમેઠી અંગે મોદી સરકારે લીધો મોટો નિર્ણય, બનશે માસ્ટરસ્ટ્રોક!
72,400 એસોલ્ટ રાઈફલોની ખરીદી માટે એક અમેરિકી કંપની સાથે કરાર કર્યા બાદ ભારત સરકારે રક્ષા ક્ષેત્રમાં વધુ એક મોટો નિર્ણય લીધો છે.
નવી દિલ્હી: 72,400 એસોલ્ટ રાઈફલોની ખરીદી માટે એક અમેરિકી કંપની સાથે કરાર કર્યા બાદ ભારત સરકારે રક્ષા ક્ષેત્રમાં વધુ એક મોટો નિર્ણય લીધો છે. બુધવારે મોડી સાંજે કેન્દ્ર સરકારે રશિયા સાથે હાથ મીલાવીને લગભગ 7 લાખ 47 હજાર કલાશ્નિકોવ રાઈફલોના નિર્માણ માટે કરારનો નિર્ણય લીધો છે. આ રાઈફલોને બનાવવા માટે પ્લાન્ટ ઉત્તર પ્રદેશના અમેઠીમાં લગાવવામાં આવશે. અત્રે જણાવવાનું કે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અમેઠીથી સાંસદ તરીકે ચૂંટાઈ આવે છે.
બંને દેશોની સરકારો વચ્ચે થનારા આ કરાર હેઠળ રશિયાની કલાશ્નિકોવ કન્સર્ન અને ભારતના ઓર્ડિનન્સ ફેક્ટરી બોર્ડ મળીને AK-47ની થર્ડ જનરેશન રાઈફલો AK-203 તૈયાર કરશે. બંને દેશો વચ્ચે કરાર પર હસ્તાક્ષર આ અઠવાડિયાના અંત સુધીમાં થવાની શક્યતા છે. તે સમયે કરાર સંબંધિત કિંમત, સમયમર્યાદા જેવી અન્ય જરૂરી જાણકારીઓ સામે આવશે.
મુલાયમસિંહે PM મોદીના ભરપેટ વખાણ કરતા વિરોધીઓ સ્તબ્ધ, આઝમ ખાને આપ્યું ચોંકાવનારું નિવેદન
દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...