કરતારપુર: પાક. પેનલમાં ખાલિસ્તાનીઓ અંગે ભારતે માંગી સ્પષ્ટતા, વાતચીત અટકી
કરતારપુર કોરિડોર મુદ્દે પાકિસ્તાન દ્વારા બનાવાયેલી કમિટીમાં અનેક ખાલીસ્તાની અલગાવાદીઓનો સમાવેશ કરાતા ભારતે સ્પષ્ટતા માંગી
નવી દિલ્હી : કરતારપુર કોરિડોરના મુદ્દે પાકિસ્તાન દ્વારા બનાવવામાં આવેલી કમિટીમાં અનેક ખાલીસ્તાની અલગતાવાદીઓનો સમાવેશ કરવામાં આવવા મુદ્દે ભારતે આકરૂ વલણ અપનાવ્યું છે. ભારતે આ મુદ્દે પાકિસ્તાન પાસે સ્પષ્ટીકરણ માંગ્યું છે અને સ્પષ્ટ જણાવ્યું છે કે જ્યા સુધી પાડોશી દેશ જવાબ નહી આપે, ત્યા સુધી કરતારપુર કોરિડોરના મુદ્દે બંન્ને દેશોની વચ્ચે આગામી તબક્કાની વાતચીત નહી થાય.
લોકસભા ચૂંટણી 2019 : ભાજપે ઉમેદવાર જાહેર કર્યા, કુલ 19 સીટો પર ઉમેદવાર થયા જાહેર
સુત્રો અનુસાર ભારતે શુક્રવારે પાકિસ્તાનનાં હાઇકમિશ્નરને કરતારપુર પેનલમાં ખાલિસ્તાનીઓની હાજરી અંગે ચિંતા વ્યક્ત કરી હતી. પાકિસ્તાનનાં અધિકારી સઇદ હૈદર શાહને તેમ પણ કહ્યું કે, કરતારપુર સાહેબ કોરિડોરને ચાલુ કરવાની પદ્ધતી મુદ્દે અટારીમાં યોજાયેલી ગત્ત મીટિંગમાં નવી દિલ્હીને જે મુખ્ય પ્રસ્તાવ અપાયા હતા, તેના પર ઇસ્લામાબાદ પોતાનું વલણ સ્પષ્ટ કરે.
VVPAT-EVM મતની સરખામણી શક્ય નહી: પરિણામોમાં 6-9 દિવસનો સમય લાગી શકે
અત્રે ઉલ્લેખનીય છે કે, ગત્ત વર્ષે નવેમ્બરમાં ભારત અને પાકિસ્તાન કરતારપુરનાં ગુરૂદ્વારા દરબાર સાહેબને ગુરૂદાસપુર જિલ્લા ખાતે ડેરા બાબ નાનક ગુરૂદ્વારા સાથે જોડવા માટે કોરિડોર બનાવવા અંગે સંમત થયા હતા.પાકિસ્તાનના કરતારપુર ગુરૂદ્વારામાં શીખ ધર્મનાં ગુરૂ નાનકદેવે દેહ ત્યાગ કર્યો હતો. કરતારપુર સાહેબ પાકિસ્તાનનાં નારોવલ જિલ્લામાં રાવી નદીના સામેના કિનારે આવેલું છે.