નવી દિલ્હીઃ Omicron New Variant: ઓમિક્રોનનો એક નવો વેરિએન્ટ ભારતમાં આવી ગયો છે. નામ છે XBB.1.5. દેશમાં પાંચ કેસ નોંધાયા છે. આ પાંચેય કેસ ગુજરાત, કર્ણાટક અને રાજસ્થાનમાં મળ્યા છે. ભારતમાં XBB વેરિએન્ટના 6 મહિનાથી ઓછા સમયમાં 40 ટકાથી વધુ કેસ સામે આવી ચુક્યા છે. અમેરિકામાં તબાહી મચાવનાર આ વેરિએન્ટથી શું ભારતમાં લોકોએ ડરવાની જરૂર છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નવી મુશ્કેલી ઉભી કરી રહ્યો છે કોવિડનો XBB.1.5 વેરિએન્ટ
ભારતમાં ઓમિક્રોનના કુલ 63% કેસ છે અને હવે નવી મુશ્કેલી ઉભી કરી રહ્યો છે કોવિડનો XBB.1.5 વેરિએન્ટ. આ XBB નો સબ-વેરિએન્ટ છે જે BA.2.75 અને BA.2.10.1 મળીને બની રહ્યો છે. એટલે કે આ એક રિકોમ્બિનેન્ટ વેરિએન્ટ છે. 6 મહિનાથી XBB વેરિએન્ટ ભારતમાં છે. તેથી તેનું નવુ સ્વરૂપ ભારતમાં વધુ નુકસાન કરવાની આશંકા ઓછી છે. સીનિયર ફિઝિશિયન ડો. એમ વલી પ્રમાણે ભારતના લોકોએ સાવચેતી રાખવાની જરૂર છે, ડરવાની નહીં. 


આ પણ વાંચો- ઝડપથી ભાગીને ઘરે પહોંચી અંજલિની મિત્ર નિધિ, કંઝાવલા કેસમાં સામે આવ્યા નવા CCTV


પરંતુ સરકાર આ વખતે કોરોનાને લઈને કોઈ ખતરો લેવાના મૂડમાં નથી. તેથી દેશભરમાં ઓક્સીજન સહિત પલ્સ ઓક્સીમીટર સુધીની ગણતરી કરી રહી છે. નિકાસ પર નજર રાખવામાં આવી રહી છે. સરકારે નોટિફિકેશન જાહેર કરી માર્ચ 2023 સુધી ઓક્સીમીટર, બ્લડ પ્રેશર માપવાનું મશીન, નેબુલાઇઝર, ડિજિટલ થર્મોમીટર અને ગ્લૂકોમીટરના ભાવ ન વધારવાનો નિર્ણય કર્યો છે. 


આ સિવાય લિક્વિડ ઓક્સીજનના ભાવમાં પણ વધારો કરવામાં આવશે નહીં. આ સામાનોના નિર્માતાઓ પ્રમાણે ભારતમાં હાલ કોરોનાને લઈને તૈયારી પૂર્ણ છે. સારા હેલ્થ કેરના રાજેશ કનોડિયા પ્રમાણે ભારતમાં કોવિડ કાળમાં આત્મ નિર્ભરતા વધી છે. પહેલા ઘણા સામાનનું રો મટિરિયલ ચીનથી આવતું હતું પરંતુ હવે ભારતમાં બની રહ્યું છે. પરંતુ ચીનમાં કોરોનામાં ઉપયોગ થનારા સામાનની માંગ વધી છે. વિદેશથી ભારત આવનાર કેટલાક કંસાઇનમેન્ટ પણ ચીન તરફ ડાયવર્ડ થયા છે. ભારતમાં આ સમયે વર્તમાન સ્ટોકની સ્થિતિ આવી છે. 


આ પણ વાંચોઃ Murder Case: શ્રદ્ધા હત્યા કેસમાં વધુ એક DNA રિપોર્ટ આવ્યો, હવે થશે પોસ્ટમોર્ટમ


વેન્ટિલેટર - 70 હજાર 996,
તૈયાર વેન્ટિલેટર - 70 હજાર 478 - એટલે કે 88%
ઓક્સિજન પ્લાન્ટ - 12 હજાર 656,
તૈયાર ઓક્સિજન પ્લાન્ટ - 11830 એટલે કે 93%
લિક્વિડ મેડિકલ ઓક્સિજન - 1 લાખ 70 હજાર 951
તૈયાર લિક્વિડ મેડિકલ ઓક્સિજન - 1,69,836 - 99%
ઓક્સિજન સિલિન્ડર - 6,63,547
તૈયાર ઓક્સિજન સિલિન્ડર - 6,22,151 એટલે કે 94%
ઓક્સિમીટર - 3,96,348
તૈયાર ઓક્સિમીટર - 3,79,168 એટલે કે 96%
PPE કિટ 81 લાખ 37 હજાર 277
N95 માસ્ક - હાલમાં દેશમાં 2 કરોડ 33 લાખ 82 હજાર અને 515 માસ્ક તૈયાર છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube