Corona Cases: દેશમાં ફરી વધ્યા કોરોના કેસ, કેરલમાં કોરોનાની સ્થિતિ ચિંતાનો વિષય
India Coronavirus Cases: દેશમાં કોરોનાના એક્ટિવ કેસ ચાર લાખથી વધુ છે. દુનિયાભરમાં ભારતનું આઠમું સ્થાન છે. નવા કોરોના કેસમાં અમેરિકા બાદ ભારતનો નંબર આવે છે.
નવી દિલ્હીઃ Coronavirus Cases Today: દેશમાં કોરોના કોરોના કેસમાં ફરી વધારો થયો છે. છેલ્લા 24 કલાકમાં 40 હજારથી વધુ કેસ સામે આવ્યો છે. સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા આજે સવારે જાહેર કરાયેલા આંકડા પ્રમાણે છેલ્લા 24 કલાકમાં 42,625 નવા કેસ સામે આવ્યા અને 562 લોકોના મૃત્યુ થયા છે. કેરલમાં સૌથી વધુ 23676 કેસ સામે આવ્યા છે. દેશભરમાં છેલ્લા 20 કલાકમાં 36668 લોકો સાજા થયા છે. એટલે કે કાલથી એક્ટિવ કેસમાં 5395 નો વધારો થયો છે.
કેરલમાં ફરી 20 હજારથી વધુ કેસ
કેરલમાં કોરોનાના કેસ વધવાનો સિલસિલો ચાલી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 23676 નવા કેસ સામે આવ્યા છે. ત્યારબાદ સંક્રમિતોની સંખ્યા વધીને 34.49 લાખ થઈ ગઈ છે. સંક્રમણને કારણે વધુ 148 લોકોના મૃત્યુ બાદ કુલ મૃત્યુઆંક 17103 થઈ ગયો છે. કેરલમાં સતત છ દિવસ સુધી 20,000થી વધુ કેસ સામે આવ્યા બાદ સોમવારે 13,984 મામલા સામે આવ્યા છે.
આ પણ વાંચોઃ સમાપ્ત નથી થઈ કોરોનાની બીજી લહેર, 8 રાજ્યોમાં હજુ R-વેલ્યૂ વધુ, સરકારની ચેતવણી
કોરોના સંક્રમણના કુલ કેસ
મહામારીની શરૂઆતથી લઈને અત્યાર સુધી કુલ ત્રણ કરોડ 17 લાખ 69 હજાર લોકો સંક્રમિત થયા છે. તેમાંથી 4 લાખ 25 હજાર 757 લોકોના મોત થયા છે. દેશમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા ચાર લાખથી વધુ છે. કુલ 4 લાખ 10 હજાર 353 લોકો હજુ કોરોના વાયરસથી સંક્રમિત છે. જેની સારવાર ચાલી રહી છે.
વેક્સિનના અત્યાર સુધી 48 કરોડથી વધુ ડોઝ અપાયા
સ્વાસ્થ્ય મંત્રાલય અનુસાર 3 ઓગસ્ટ સુધી દેશભરમાં 48 કરોડ 52 લાખ કોરોના વેક્સિનના ડોઝ આપવામાં આવી ચુક્યા છે. પાછલા દિવસોમાં 62.53 લાખ રસી લગાવવામાં આવી. તો આઈસીએમઆર અનુસાર અત્યાર સુધી 47 કરોડ 31 લાખ કોરોના ટેસ્ટ કરવામાં આવી ચુક્યા છે. મંગળવારે 18 લાખ કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા, જેનો પોઝિટિવિરી રેટ 3 ટકાથી ઓછો છે.
દેશમાં કોરોનાથી મૃત્યુદર .4 ટકા છે જ્યારે રિકવરી રેટ 97 ટકાથી વધુ છે. એક્ટિવ કેસ 1.28 ટકા છે. કોરોનાના એક્ટિવ કેસના મામલામાં ભારત દુનિયામાં આઠમાં સ્થાન પર છે. કુલ સંક્રમિતોના મામલામાં ભારત બીજા સ્થાને છે. જ્યારે અમેરિકા, બ્રાઝિલ બાદ સૌથી વધુ મોત ભારતમાં થયા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube