ભારતમાં પડતી ગરમી વિશે ભવિષ્યવાણી કરાઈ છે કે આ વર્ષે ગત વર્ષ કરતા પણ વધુ ભયાનક ગરમી પડશે. રાષ્ટ્રીય મૌસમ કાર્યાલય દ્વારા જાહેર કરાયેલા રિપોર્ટ મુજબ ભારતમાં 1901 બાદથી અત્યાર સુધીના સમયને જોઈએ તો આ વખતનો ફેબ્રુઆરી સૌથી ગરમ મહિનો રહ્યો છે જે ખુબ ચિંતાનો વિષય છે. રિપોર્ટ મુજબ દર વર્ષે વધી રહેલી ગરમીના કારણે માનવ જાતિના અસ્તિત્વ પર જોખમ તોળાઈ રહ્યું છે.  એવું કહેવાય છે કે ગરમીના કારણે તબાહી મચી શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભારતમાં છેલ્લા કેટલાક દાયકા દરમિયાન જળવાયુ પરિવર્તનના કારણે ગરમીમાં વધારો જોવા મળી રહ્યો છે. વિશ્વ બેંકના આકલન મુજબ ભારત જલદી દુનિયાના એ દેશોમાં સામેલ થઈ શકે છે જ્યાં ગરમીના કારણે માનવ અસ્તિત્વ પર જોખમ આવી શકે છે. 


ગત વર્ષે ગરમીએ અનેક રેકોર્ડ તોડ્યા હતા. તાપમાન 50 ડિગ્રી સેલ્સિયસને પાર ગયું હતું. મોટા પાયે પાકનો નાશ થયો હતો. ખેડૂતોને કરોડો-અબજોનું નુકસાન થયું હતું. 50 ડિગ્રીનું તાપમાન કોઈ પણ પ્રાણી માટે અસહ્ય હોય છે. આવામાં ગીચ શહેરોમાં વસેલા લોકોને તેના કારણે પરેશાનીનો સામનો કરવો પડી શકે છે. કારણ કે તેઓ જ્યાં રહે છે ત્યાં સુધી પૂરપાટ  ઝડપે પવન પહોંચી શકતો નથી. આવામાં ઓરડાઓને ઠંડા કરવા માટે જે ઉપાય અજમાવવામાં આવે છે તે બહારના તાપમાનને ગરમ કરે છે. 


ભાડુઆતને મળેલા છે આ હક, ભાડે રહેતા લોકો ખાસ વાંચે, મકાન માલિક નહીં કરે પરેશાન!


SCનો બેંકોને મોટો ઝટકો, કહ્યું-લોન લેનારાનો પક્ષ સાંભળ્યા વગર ખાતા ફ્રોડ જાહેર ન કરો


બાઈક કે કારમાં જો પેટ્રોલની ટાંકી ફૂલ કરાવવાની આદત હોય તો ચેતી જજો....થશે આ નુકસાન!


યુનિવર્સિટી ઓફ રીડિંગના એક જળવાયુ વૈજ્ઞાનિક કીરન હંટે દેશના હવામાનની પેટર્નનો અભ્યાસ કર્યો છે. તેઓ કહે છે કે માનવ પર પડનારી ગરમીની અસર તાપમાન ને  ભેજના મેલથી ઉત્પન્ન થાય છે. ભારત સામાન્ય રીતે સહારા રણ જેવા ગરમ સ્થળોની સરખામણીમાં વધુ ભેજવાળું ક્ષેત્ર છે. તેનો અર્થ એ થયો કે આ ક્ષેત્રમાં પરસેવાથી બચવાના રસ્તા જોવા મળતા નથી. 


વિશ્વ બેંકના નવેમ્બરના એક રિપોર્ટમાં ચેતવવામાં આવ્યા હતા કે ભારત દુનિયામાં તે પહેલવહેલા સ્થળોમાંથી એક બની શકે છે જ્યાં વેટ બલ્બનું તાપમાન 35 ડિગ્રી સેલ્સિયસની મર્યાદાને પાર કરી શકે છે. હવે સવાલ એ છે કે શું આપણે ગરમીથી થનારી પીડાના આદી  થઈ ગયા છીએ? રિપોર્ટના લેખકોમાંથી એક આભાસ ઝાએ જણાવ્યું કે આ અચાનક શરૂ  થનારી આફત નથી, તે ધીરે ધીરે શરૂ થાય છે અને આવામાં આપણે તેના પર કોઈ પણ પ્રકારથી રોક લગાવી શકીએ નહીં. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube