નવી દિલ્હીઃ Covid 19 Cases in India: દુનિયાભરમાં તબાહી મચાવી ચૂકેલા કોરોના વાયરસે શિયાળાની શરૂઆત થતાં ભારતમાં પોતાની અસર દેખાડવાની શરૂ કરી દીધી છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 166 નવા કેસ નોંધાયા છે. ત્યારબાદ સક્રિય કેસની સંખ્યા વધીને 895 થઈ ગઈ છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા પ્રમાણે સૌથી વધુ કેસ કેરલમાં નોંધાયા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નિષ્ણાંતો પ્રમાણે શિયાળાની સીઝનમાં ઇન્ફ્લુએન્જાના કેસ વધવાની સાથે લોકોમાં શરદી, તાવ અને નિમોનિયા જેવી બીમારીઓ ઝડપથી ફેલાવા લાગે છે. તેનાથી બચવા માટે લોકોએ સાવચેતીના પગલા લેવાની જરૂર છે. 


આ વર્ષે જુલાઈમાં આવ્યા હતા સૌથી ઓછા કેસ
ન્યૂઝ એજન્સી એએનઆઈ પ્રમાણે દૈનિક સ્તર પર એવરેજ કેસની સંખ્યા 100 રેકોર્ડ કરવામાં આવી જે અપેક્ષા અનુસાર સ્થિર સ્થિતિને દર્શાવે છે. ખાસ કરીને મહામારીની શરૂઆત બાદ એક દિવસમાં સૌથી ઓછા કેસ આ વર્ષે જુલાઈમાં 24 નોંધાયા હતા. 


આ પણ વાંચોઃ હરિદ્વારમાં આવેલા છે આ પ્રસિદ્ધ મંદિરો, મોટી સંખ્યામાં દર્શન કરવા પહોંચે છે ભક્તો


દેશમાં કોરોના દર્દીઓનો રિકવરી રેટ 98.81 ટકા
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા અનુસાર દેશમાં COVID-19 કેસની કુલ સંખ્યાની વાત કરીએ તો 4.44 કરોડ થઈ ગઈ છે અને મૃત્યુ પામનારની સંખ્યા 5,33,306 (5.33 લાખ) નોંધાય છે. કોરોનાનો મૃત્યુ દર 1.19 ટકા છે. રાષ્ટ્રીય રિકવરી દરની વાત કરીએ તો તે 98.81 ટકા છે. 


મંત્રાલય પ્રમાણે દેશમાં અત્યાર સુધી કોરોના વેક્સિનના 220.67 કરોડ ડોઝ આપવામાં આવી ચૂક્યાં છે. 


રસીકરણ અભિયાનથી સંક્રમણ રોકવામાં મદદ મળી
આ વચ્ચે જોવામાં આવે તો વર્તમાન કેસ વધતા સ્વાસ્થ્ય મંત્રાલય એલર્ટ છે અને સ્થિતિ પર નજર રાખી રહ્યું છે. સુરક્ષા પ્રોટોકોલના પાલનની સાથે-સાથે મજબૂત રસીકરણ અભિયાનને કારણે કોરોનાને વધતો રોકવામાં મદદ મળી છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube