India Covid Update: દેશમાં હાલમાં કોરોના વાયરસની રફતાર ઘટવાનું નામ લઈ રહી નથી. છેલ્લા 24 કલાકમાં દેશભરમાં કોવિડ-19 ના કુલ 18,840 નવા કેસ સામે આવ્યા છે. આ દરમિયાન 43 લોકોના મોત આ ખતરનાક વાયરસના કારણે થયા છે. ત્યારે ભારતમાં કોરોનાના એક્ટિવ કેસ સવા લાખના આંકડાને પાર કરી ગયા છે. આ સમયે દેશમાં કુલ એક્ટિવ કેસ વધીને 1,25,028 થઈ ગયા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોરોના કેસમાં થોડો ઘટાડો
સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જણાવેલા આંકડા અનુસાર, દેશમાં ગઈકાલની સરખામણીએ કોરોના કેસમાં થોડો ઘટાડો નોંધાયો છે. ગઈકાલે એટલે કે શુક્રવારના દેશમાં 19,930 નવા કેસ નોંધાયા હતા. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને કહ્યું છે કે ભારતમાં કોરોનાના ઓમિક્રોન વેરિયન્ટનો એક નવો સબ-વેરિયન્ટ BA.2.75 ની જાણકારી મળી છે. કોરોનાના આ બદલાતા સ્વરૂપે દુનિયાભરના વૈજ્ઞાનિકોની ચિંતા વધારી છે.


અમરનાથ જળપ્રલયમાં અત્યાર સુધીમાં 16 લોકોના મોત, 40 થી વધારે ગુમ; રેસ્ક્યુ કામ ચાલુ


મહારાષ્ટ્રમાં એક દિવસમાં આવ્યા 2,994 નવા કેસ
મહારાષ્ટ્રમાં શુક્રવારના કોરોના વાયરસ સંક્રમણના 2,994 નવા કેસ સામે આવ્યા અને મહામારીથી સાત દર્દીઓના મોત થયા છે. આ દરમિયાન હિમાચલ પ્રદેશમાં 191 નવા કેસ સામે આવ્યા છે. જ્યારે જમ્મુ કાશ્મીરમાં 101 નવા સંક્રમિત સામે આવ્યા છે. મહારાષ્ટ્ર સ્વાસ્થ્ય વિભાગના એક અધિકારીએ કહ્યું કે નવા કેસ સામે આવ્યા બાદ કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 79,95,673 થઈ ગઈ છે અને મૃતકોની સંખ્યા 1,47,971 પર પહોંચી ગઈ છે. મહામારીથી છેલ્લા એક દિવસમાં મુંબઇ અને વસઇ-વિરારમાં બે-બે તથા ઠાણે, રાયગઢ અને ઔરંગાબાદમાં એક-એક દર્દીના મોત થયા છે.


Tom Hanks: કહાની તે અભિનેતાની જેમને કહેવાય છે એક્ટિંગની સ્કૂલ, જાણો સુપરસ્ટાર ટોમ હેંક્સને


આ રીતે વધ્યો કોરોનાનો ગ્રાફ
ઉલ્લેખનીય છે કે, દેશમાં સાત ઓગસ્ટ 2020 ના સંક્રમિતોની સંખ્યા 20 લાખ, 23 ઓગસ્ટ 2020 ના 30 લાખ અને પાંચ સપ્ટેમ્બર 2020 ના 40 લાખથી વધારે થઈ ગઈ હતી. સંક્રમણના કુલ કેસ 16 સપ્ટેમ્બર 2020 ના 50 લાખ, 28 સપ્ટેમ્બર 2020 ના 60 લાખ, 11 ઓક્ટોબર 2020 ના 70 લાખ, 29 ઓક્ટોબર 2020 ના 80 લાખ અને 20 નવેમ્બર 2020 ના 90 લાખને પાર પહોંચી ગઈ હતી. દેશમાં 19 ડિસેમ્બર 2020 ના આ કેસ એક કરોડથી વધારે થઈ ગયા હતા. ગત વર્ષ 4 મે ના સંક્રમિતોની સંખ્યા દોઢ કરોડ અને 23 જૂન 2021 ના ત્રણ કરોડને પાર પહોંચી ગઈ હતી. આ વર્ષે 25 જાન્યુઆરીના કેસ 4 કરોડને પાર થઈ ગયા છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube