Corona Vaccination: દેશમાં અત્યાર સુધી 32 કરોડથી વધુ રસીના ડોઝ અપાયા, વેક્સિનેશનના નવા ફેઝમાં આવી તેજી
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જારી આંકડા પ્રમાણે શનિવારે સાંજે 7 કલાક સુધી 32 કરોડ 11 લાખ 43 હજાર 649 ડોઝ લોકોને આપવામાં આવ્યા છે.
નવી દિલ્હીઃ ભારતમાં કોરોના રસીકરણ કવરેજ 32 કરોડના આંકડાને પાર કરી ગયું છે. તો કોવિડ-19 રસીકરણના નવા ફેઝના છઠ્ઠા દિવસે શનિવારે સાંજે 7 સુધી 58 લાખ 10 હજાર 378 કોરોના વેક્સિનના ડોઝ આપવામાં આવ્યા છે. 18થી 44 ઉંમર વર્ગમાં 8 કરોડ 48 લાખથી વધુ વેક્સિનના ડોઝ આપવામાં આવ્યા છે, જેમાં પ્રથમ અને બીજો ડોઝ સામેલ છે.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જારી આંકડા પ્રમાણે શનિવારે સાંજે 7 કલાક સુધી 32 કરોડ 11 લાખ 43 હજાર 649 ડોઝ લોકોને આપવામાં આવ્યા છે, જેમાં 26 કરોડ 48 લાખ 44 હજાર 84 લોકોને કોરોના રસીનો પ્રથમ ડોઝ મળ્યો છે. જ્યારે 5 કરોડ 62 લાખ 99 હજાર 565 લોકોને બીજો ડોઝ આપવામાં આવ્યો છે.
26 જૂન સાંજે 7 કલાક સુધી કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આંકડા પ્રમાણે 32 કરોડ 11 લાખ 43 હજાર 649 વેક્સિનના ડોઝ આપવામાં આવ્યા છે. જેમાં અત્યાર સુધી
- 1,01,94,464 હેલ્થકેર વર્કરને પ્રથમ અને 71,99,161 હેલ્થકેર વર્કરને બીજો ડોઝ આપવામાં આવ્યો છે.
- તો 1,74,34,064 ફ્રંટલાઇન વર્કરોને પ્રથમ ડોઝ અને 93,75,103 બીજો ડોઝ આપવામાં આવ્યો છે.
- 45થી 59 વર્ષની ઉંમરના 8,67,88,297 લોકોને પ્રથમ ડોઝ અને 1,45,99,454 લોકોને કોરોના વેક્સિનનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે.
- 18થી 44 વર્ષના ઉંમર વર્ગમાં 8,30,23,693 લોકોને પ્રથમ અને 18,48,754 લોકોને વેક્સિનનો બીજો ડોઝ મળી ચુક્યો છે.
- 60 વર્ષથી વધુ ઉંમરના 6,74,03,566 લોકોને પ્રથમ અને 2,32,77,093 લોકોને બીજો ડોઝ આપવામાં આવ્યો છે.
26 જૂને સાંજે 7 કલાક સુધી રસીકરણમાં કુલ 58 લાખ 10 હજાર 378 ડોઝ આપવામાં આવ્યા, જેમાં 18-44 ઉંમર વર્ગમાં 36 લાખ 68 હજાર 189 લોકોને પ્રથમ ડોઝ આપવામાં આવ્યો અને 1 લાખ 44 હજાર 506 લોકોને વેક્સિનનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે.
આંધ્રપ્રદેશ, આસામ, બિહાર, છત્તીસગ,, દિલ્હી, ગુજરાત, હરિયાણા, ઝારખંડ, કર્ણાટક, કેરળ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, રાજસ્થાન, તામિલનાડુ, તેલંગાણા, ઓડિશા, ઉત્તર પ્રદેશ અને પશ્ચિમ બંગાળ જેવા રાજ્યોમાં 18થી 44 ઉંમર વર્ગમાં 10 લાખથી વધુ લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપી દેવામાં આવ્યો છે.
દેશવ્યાપી રસીકરણ અભિયાન 16 જાન્યુઆરીથી શરૂ કરવામાં આવ્યું હતું અને ફ્રંટલાઇન વર્કર્સનું રસીકરણ 2 ફેબ્રુઆરીએ શરૂ થયું હતું. કોરોના વેક્સિનેશનના આગામી તબક્કાની શરૂઆત 1 માર્ચથી થઈ જેમાં 60 વર્ષથી મોટી ઉંમરના અને 45 વર્ષથી વધુ ઉંમરના જે લોકો ગંભીર બીમાર હોય તેને રસી આપવાની શરૂઆત કરવામાં આવી હતી. 1 એપ્રિલથી 45 વર્ષથી મોટી ઉંમરના તમામ લોકોને વેક્સિન આપવાની શરૂઆત કરવામાં આવી હતી. ત્યારબાદ 1 મેથી 18થી 44 વર્ષના તમામ લોકોનું રસીકરણ શરૂ કરવામાં આવ્યું હતું.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube