ભારત પાસે છે આ 5 ઘાતક હથિયારો, જેનાથી ડરે છે દુનિયા આખી! ચીન અને પાકિસ્તાનની ઊંઘ થઈ ગઈ છે હરામ
યુક્રેન પર રશિયાના હુમલા બાદ ભારત સહિત વિશ્વના તમામ દેશો પોતાની શક્તિને તોલવામાં લાગેલા છે. તેઓ મૂલ્યાંકન કરી રહ્યા છે કે જો તેમના પર ક્યારેય યુદ્ધ લાદવામાં આવે છે, તો તેઓ કેવી રીતે પોતાનો બચાવ કરશે અને તેઓ દુશ્મનને કેવી રીતે યોગ્ય જવાબ આપશે.
નવી દિલ્લીઃ હાલ રશિયા અને યુક્રેન વચ્ચે ભયંકર યુદ્ધ ચાલી રહ્યું છે. યુદ્ધના 14માં દિવસે પણ શાંતિનો કોઈ માર્ગ નથી મળી રહ્યો. બન્ને દેશો વચ્ચે હાલ એટલી તણાવ ભરી સ્થિતિ છેકે, સંખ્યાબંધ લોકોના મોત, સૈન્યબળની બરબાદી અને ઈન્ફ્રાસ્ટ્રકચરની તબાહીનું મંઝર સર્જાયું છે. ભારતે દરમિયાનગીરી કરીને બંને દેશોને સમજાવવાનો પણ પ્રયાસ કર્યો છે. જોકે, એક સવાલ એ પણ થાય છેકે, જો ભારત પર કોઈ આ પ્રકારનું સંકટ આવી પડે તો ત્યારે શું કરવું? ભારત પાસે કેવા પ્રકારની શક્તિઓનો સંગ્રહ છે એ જાણવા માટે તમારે આ આર્ટિકલ વાંચવો પડશે. યુક્રેન પર રશિયાના હુમલા બાદ ભારત સહિત વિશ્વના તમામ દેશો પોતાની શક્તિને તોલવામાં લાગેલા છે. તેઓ મૂલ્યાંકન કરી રહ્યા છે કે જો તેમના પર ક્યારેય યુદ્ધ લાદવામાં આવે છે, તો તેઓ કેવી રીતે પોતાનો બચાવ કરશે અને તેઓ દુશ્મનને કેવી રીતે યોગ્ય જવાબ આપશે.
'કાલી'ની શક્તિનો કોઈ વિકલ્પ નથીઃ
'કાલી' ભારતનું સુપર પાવરફુલ ખતરનાક હથિયાર (કાલી વેપન) છે. જે દુશ્મનના કોઈપણ હુમલાને નિષ્ફળ બનાવી શકે છે. આ કાલી વેપન સામે મહાકાય ટેન્ક, અત્યાધુનિક ફાઈટર એરક્રાફ્ટ, અદ્યતન મિસાઈલો પણ નિષ્ફળ ગઈ છે. મિસાઇલ, ફાઈટર પ્લેન ઉપરાંત, તે સશસ્ત્ર ડ્રોન અને અવકાશમાં ફરતા ઉપગ્રહોને પણ નીચે પાડી શકે છે. આ શક્તિશાળી હથિયાર ઈલેક્ટ્રો મેગ્નેટિક વેવ્ઝનું તોફાન પેદા કરે છે, દરેક ઈલેક્ટ્રોનિક ઉપકરણ જે તેના સંપર્કમાં આવે છે તે અટકી જાય છે અને ભંગાર બની જાય છે.
રાફેલ જેટથી ચીન-પાકિસ્તાનની ઊંઘ હરામઃ
ભારત પાસે રાફેલ જેટ જેવું 4.5 જનરેશનનું ઘાતક ફાઈટર એરક્રાફ્ટ છે, જે એક વખત ઈંધણ ભર્યા બાદ 3500 કિમી સુધી પહોંચી શકે છે. તેમાં વિશ્વની ત્રણ સૌથી ઘાતક મિસાઈલો ફીટ કરવામાં આવી છે. આ એરક્રાફ્ટમાં સ્માર્ટ રડાર લગાવવામાં આવ્યું છે, જે તેની આસપાસ ફરતા ખતરા કે ટાર્ગેટને સેટ કરે છે અને તેને લોક કરી દે છે. આ પછી રાફેલથી છોડવામાં આવેલી મિસાઈલ તે લક્ષ્યને શોધીને ખતમ કરી નાખે છે. તેની બિયોન્ડ ધ વિઝ્યુઅલ ક્ષમતા ભારતને ગજબ શક્તિ આપે છે..
દુશ્મન માટે ડ્રોન સ્વોર્મ ખતરનાકઃ
યુદ્ધના બદલાતા સમયમાં સશસ્ત્ર ડ્રોનનું મહત્વ જોઈને ભારતે પોતાની સ્વોર્મ ડ્રોન આર્મી પણ વિકસાવી છે. આ ડ્રોન ટેક્નોલોજીમાં મધર ડ્રોન છે, જેમાંથી ઘણા નાના ડ્રોન બહાર આવે છે, જે અલગ-અલગ ટાર્ગેટ પર હુમલો કરવામાં સક્ષમ છે. નાના કદ અને નીચા સ્તરે ઉડવાને કારણે, રડાર પણ તેમને સરળતાથી શોધી શકતા નથી. તે એકસાથે મોટી સંખ્યામાં હુમલો કરતા હોવાથી દુશ્મનની બંદૂકો કે મિસાઈલ પણ તેમની સામે બિનઅસરકારક સાબિત થાય છે. ભારત-ચીન, અમેરિકા સહિતના અમુક જ દેશો પાસે આ ટેક્નોલોજી છે.
આખું ચીન અગ્નિ-5ના નિશાના પરઃ
અગ્નિ-5 એ ભારતની ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલિસ્ટિક મિસાઈલ (Agni-V ICBM) છે. ભારતે ચીન જેવા દુશ્મન દેશોને ધ્યાનમાં રાખીને આ મિસાઈલ બનાવી છે. આ મિસાઈલની રેન્જ 5000 થી 8000 કિમી હોવાનું કહેવાય છે. એટલે કે જો તેને દિલ્લીથી છોડવામાં આવે તો તે ચીનની રાજધાની બેઈજિંગ સહિત તેના તમામ મોટા શહેરોને નિશાન બનાવી શકે છે. તેનું વજન 50 હજાર કિલોથી વધુ છે. તે 29,401 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દુશ્મન પર હુમલો કરે છે. તે પોતાની સાથે પરમાણુ બોમ્બ પણ લઈ જઈ શકે છે. આ મિસાઈલની શક્તિને કારણે ચીન પણ ભારત સામે બહુ જબરદસ્તી બતાવવાની હિંમત ન દાખવી શક્યું.
દુનિયાનું સૌથી ખતરનાક મિસાઈલ 'બ્રહ્મોસ'
ભારતની બ્રહ્મોસ મિસાઈલ એક એવું વિનાશક હથિયાર છે, જે દુનિયાના કોઈ દેશ પાસે નથી. તે વિશ્વની સૌથી ઝડપી સુપરસોનિક મિસાઈલ છે. તે જમીનથી ખૂબ જ ઓછી ઉંચાઈ પર ઉડે છે, જેના કારણે રડાર પણ તેને પકડી શકતા નથી. તેની સૌથી મોટી ખાસિયત એ છે કે જો આ મિસાઈલ એક વખત લક્ષ્ય નક્કી કરીને લોન્ચ કરી દે છે, તો તે આપમેળે તેનો પીછો કરીને તેને ખતમ કરી દે છે. જો દુશ્મનનું વિમાન કે ડ્રોન રસ્તો બદલવાનો પ્રયાસ કરે છે તો તેનો પીછો કરતી વખતે આ મિસાઈલ પણ પોતાનો રસ્તો બદલી નાખે છે. તેની રેન્જ હાલમાં 290 કિમી છે, પરંતુ ભારતે હવે 400 કિમીની રેન્જ સાથે બ્રહ્મોસ બનાવ્યું છે. જેથી ચીનને બ્રહ્મોસનો ભય છે.
'પરમાણું બોમ્બ' તમામ હથિયારનો 'બાપ'
આ હથિયાર બધા બોમ્બનો બાપ છે. આ બોમ્બ માત્ર કોઈ પણ શહેરને જ નહીં પરંતુ કોઈપણ દેશને એક ક્ષણમાં તબાહ કરવા સક્ષમ છે. વિશ્વના 204 દેશોમાં હાલમાં ભારત સહિત માત્ર 8 દેશો પાસે પરમાણુ હથિયાર છે. ભારતે પરમાણુ બોમ્બને લઈને પ્રથમ ઉપયોગ નહીં કરવાની નીતિ જાહેર કરી છે, પરંતુ સાથે જ સ્પષ્ટ કર્યું છે કે જો તેના પર હુમલો થશે તો તે તેના દુશ્મનને છોડશે નહીં. ભારતે જમીન અને હવામાંથી પરમાણુ બોમ્બ છોડવાની ક્ષમતા વિકસાવી છે. જ્યારે હવે પાણીમાંથી પરમાણુ બોમ્બ છોડવાની ક્ષમતા પર કામ ચાલી રહ્યું છે. આ કામ પૂર્ણ થતાં જ ભારતનું પરમાણુ ત્રિપુટી પૂર્ણ થઈ જશે અને તે ગમે ત્યાંથી પોતાના દુશ્મન પર વળતો હુમલો કરી શકશે.