2024 સુધી 35,000 કરોડ રૂપિયા પહોંચી શકે છે સંરક્ષણ નિકાસઃ રાજનાથ સિંહ
રક્ષાપ્રધાન રાજનાથ સિંહે આ પ્રસંગે કહ્યું કે, દેશની વાર્ષિક સંરક્ષણ નિકાસ 2024 સુધી 35000 કરોડ રૂપિયા પર પહોંચવાનું અનુમાન છે. જે હાલમાં 17,000 કરોડ રૂપિયા છે.
બેંગલુરૂઃ રક્ષા પ્રધાન રાજનાથ સિંહે આજે એચએએલમાં હેલિકોપ્ટર ડિવીઝનમાં નવા એલસીએચ પ્રોડક્શન હેંગરનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે એચસીએલના ડાયરેક્ટર આર માધવને કહ્યું કે, એલસીએચ ઓપરેશનલ ઇન્ડક્શન માટે સંપૂર્ણ રીતે તૈયાર છે અને હેલિકોપ્ટર કોમ્પલેક્સ સંપૂર્ણ રીતે એલસીએચના ઉત્પાદન માટે તૈયાર છે. નવા ઉત્પાદન હેંગર પ્રતિ વર્ષ 30 હેલિકોપ્ટરોના ઉત્પાદન સુધી પહોંચવા માટે એલસીએચ ઉત્પાદન ક્ષમતામાં વૃદ્ધી કરશે.
માર્ચ 2018માં એચએએલ દ્વારા 15 લિમિટેડ સિરીઝ ઉત્પાદન (એલએસપી) હેલિકોપ્ટરો માટે ટેકનિકલ તકનીકી વ્યાપારી દરખાસ્ત પહેલા જ પ્રસ્તુક કરી દેવામાં આવી છે અને આ આદેશની રાહ જોવાઈ રહી છે. કુલ 160 હેલિકોપ્ટરોની જરૂરીયાત છે. એચએએલે રક્ષા પ્રધાનને સ્વદેશી ભારતીય મલ્ટી રોલ હેલિકોપ્ટર (આઈએમઆરએચ)ની નવી ડિઝાઇન અને વિકાસ કાર્યક્રમની પ્રગતિથી માહિતગાર કરાવ્યા હતા.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube