પાક ચૂંટણીના પરિણામ પર ભારતની પ્રથમ પ્રતિક્રિયા આતંક મુક્ત દક્ષિણ એશિયા પર કામ કરવાની આશા
તમને જણાવી દઈએ કે કાશ્મીરમાં આતંકવાદના મામલાને લઈને ભારત-પાકિસ્તાનના સંબંધોમાં ઘણા સમયથી તણાવ ચાલી રહ્યો છે. ભારત હંમેશા આંતરરાષ્ટ્રીય મંચો પર કાશ્મીર કે આખા દેશમાં પાકિસ્તાનના ષડયંત્રને ઉજાગર કરે છે.
નવી દિલ્હીઃ પાકિસ્તાન ચૂંટણી પર ભારતની પ્રથમ સત્તાવાર પ્રતિક્રિયા સામે આવી છે. પરંતુ આ પ્રતિક્રિયામાં એક તરફથી પાકિસ્તાન પર કટાક્ષ કરવામાં આવ્યો છે. વિદેશ મંત્રાલયે કહ્યું કે, ભારત એક એવું પાકિસ્તાન ઈચ્છે છે જે સમૃદ્ધિ અને વિકાસના માર્ગે હોય તથા પાડોસિઓ સાથે શાંતિથી રહે.
તમને જણાવી દઈએ કે કાશ્મીરમાં આતંકવાદના મામલાને લઈને ભારત-પાકિસ્તાનના સંબંધોમાં ઘણા સમયથી તણાવ ચાલી રહ્યો છે. ભારત હંમેશા આંતરરાષ્ટ્રીય મંચો પર કાશ્મીર કે આખા દેશમાં પાકિસ્તાનના ષડયંત્રને ઉજાગર કરે છે. આ વખતે પાકિસ્તાની ચૂંટણીમાં જીત મેળવ્યા બાદ ઇમરાન ખાન નવા પીએમ બનવાની રાહ પર છે. ઇમરાને જીત બાદ ભારત સાથે સારા સંબંધોની વાત પણ કરી હતી.
ભારતના વિદેશ મંત્રાલયે પોતાની પ્રતિક્રિયામાં કહ્યું કે, અમે આશા કરીએ છીએ કે નવી પાકિસ્તાન સરકાર આતંકવાદ તથા હિંસાથી મુક્ય સુરક્ષિત અને સ્થિર દક્ષિણ એશિયાના નિર્માણ માટે રચનાત્મક રીતે કામ કરશે. પાકિસ્તાનમાં ઘણા આતંકવાદી સમૂહ અને કટ્ટરપંથી જૂથો સક્રિય છે જે ત્યાંની જમીનનો ઉપયોગ ભારત વિરોધી ગતિવિધિઓ માટે કરે છે.
તેને લઈને વિશ્વમાં હંમેશા પાકિસ્તાને નીચું જોવું પડ્યું છે. ગત દિવસોમાં ટ્રમ્પ પ્રશાસને પણ આતંકવાદ વિરુદ્ધ આક્રમક વલણ અપનાવતા પાકિસ્તાન પર ગંભીર દબાવ બનાવ્યો હતો. મહત્વનું છે કે પાકિસ્તાનની નેશનલ એસેમ્બલીની 270 સીટોમાંથી ઇમરાન ખાનની પાર્ટી પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફ (પીટીઆઈ)ને 115 સીટો પર જીત મળી છે. પાર્ટીને હજુ બહુમત માટે 22 સીટોની જરૂર છે.
મેમાં પોતાની સરકારનો કાર્યકાળ પૂરો કરી ચુકેલી પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝ (પીએમએલ-એન)ને આ વખતે માત્ર 64 સીટોથી સંતોષ કરવો પડ્યો છે, જ્યારે પાકિસ્તાન પીપુલ્સ પાર્ટી 43 સીટોની સાથે ત્રીજા સ્થાને છે. વડાપ્રધાન બનાવા તરફ અગ્રેસર ઇમમરાન ખાને સીનિયર નેતાઓ સાથે બેઠકો શરૂ કરી દીધી છે. પંજાબ વિધાનસભાના પૂર્વ નેતા વિપક્ષ મહમૂદુર રાશિદે પણ ખાન સાથે તેમના નિવાસ્થાને બેઠક કરી. બંન્ને નેતાઓએ પંજાબના મુખ્યપ્રધાન માટે સંભવિત ઉમેદવાર સહીત અન્ય મુદ્દાઓ પર વાતચીત કરી હતી.