Air Travel Guidelines: આંતરરાષ્ટ્રીય હવાઈ યાત્રીકો માટે ખુશખબર, હવે એર સુવિધા ફોર્મ અપલોડ કરવાની જરૂર નહીં
Air Travel Guidelines: આંતરરાષ્ટ્રીય એર ટ્રાવેલર્સને ભારત આવવા પર એર સુવિધા પોર્ટલ પર જઈને ફોર્મ અપલોડ કરવું પડશે નહીં.
નવી દિલ્હીઃ Air Travel Guidelines: ભારત આવતા આંતરરાષ્ટ્રીય હવાઈ યાત્રીકો (International Air Travellers) ને સરકારે મોટી ભેટ આપી છે. હવે તેમણે ભારત આવવા પર એર સુવિધા પોર્ટલ ( Air Suvidha Portal) પર સેલ્ફ ડિક્લેયરેશન ફોર્મ (Self Declaration Form) અપલોડ કરવું પડશે નહીં. આ સિવાય કોરોના વેક્સીન અને માસ્કના જરૂરી નિયમને પણ ખતમ કરી દેવામાં આવ્યા છે. પરંતુ સરકારે કહ્યું કે લક્ષણ હશે તો આઈસોલેશનમાં રહેવું પડશે. નાગરિક ઉડ્ડયન મંત્રાલય પ્રમાણે સેલ્ફ ડિક્લેયરેશન ફોર્મ અપલોડ ન કરવાનો નિયમ 22 નવેમ્બર 2022થી લાગૂ થઈ જશે. આ એરપોર્ટ, જળ માર્ગ અને રોડ માર્ગે આવનાર આંતરરાષ્ટ્રીય યાત્રીકો પર પણ લાગૂ થશે.
નાગરિક ઉડ્ડયન મંત્રાલયે ( Civil Aviation Ministry) કહ્યું કે કોવિડ-19ના ઘટતા કેસ અને કોવિડ રસીકરણમાં વિશ્વ સ્તરની સાથે ભારતમાં મોટી પ્રગતિ બાદ સ્વાસ્થ્ય તથા પરિવાર કલ્યાણ મંત્રાલયે આંતરરાષ્ટ્રીય આગમન માટે સંશોધિત દિશાનિર્દેશ જાહેર કર્યાં છે. આ ગાઇડલાઇન પ્રમાણે એર સુવિધા પોર્ટલ પર સેલ્ફ ડિક્લેયરેશન ફોર્મ અપલોડ કરવાના નિયમને સમાપ્ત કરી દેવામાં આવ્યો છે. પરંતુ સરકારે કહ્યું કે કોરોના સંક્રમણને લઈને સ્થિતિમાં ફેરફાર થશે તો ફરી નિયમોમાં સમીક્ષા કરવામાં આવશે.
Morbi Bridge : સુપ્રીમ કોર્ટે મૃતકોના પરિવારને મળેલા વળતર વિશે ચિંતા વ્યક્ત કરી
સ્વાસ્થ્ય મંત્રાલયની નવી ગાઇડલાઇન અનુસાર, જ્યારે આંતરરાષ્ટ્રીય મુસાફરો ભારત આવશે ત્યારે ડીબોર્ડિંગ દરમિયાન શારીરિક અંતર જાળવવું પડશે. આરોગ્ય વિભાગના અધિકારીઓ દ્વારા પ્રવેશ સમયે તમામ મુસાફરોનું થર્મલ સ્ક્રીનીંગ કરવું જરૂરી રહેશે. જો કોઈ યાત્રીમાં કોરોનાના લક્ષણો જોવા મળે છે, તો તેને તરત જ આઈસોલેટ કરવું પડશે. અને આરોગ્ય પ્રોટોકોલને અનુસરીને નિયુક્ત તબીબી સુવિધામાં લઈ જવાનું રહેશે. બધા મુસાફરોએ આગમન પછી પોતાના સ્વાસ્થ્ય પર નજર રાખવાની રહેશે. જો કોરોનાના લક્ષણો જોવા મળે છે, તો તરત જ નજીકની આરોગ્ય સુવિધા અથવા રાષ્ટ્રીય હેલ્પલાઇન નંબર 1075 અથવા રાજ્ય હેલ્પલાઇન નંબર પર જાણ કરો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube