વિકાસ દર ઘટીને 6.6%ના તળીયે પહોંચ્યો, તેમ છતા પણ ચીનને પછાડ્યું
સતત ઘટી રહેલા ગ્રોથરેટ વચ્ચે પણ એક આનંદના સમાચાર છે કે ભારત પોતાનાં પાડોશી દેશ ચીનને પછાડીને આગળ નિકળી ગયું છે
નવી દિલ્હી : આગામી લોકસભા ચૂંટણી પહેલા ભારતીય અર્થવ્યવસ્થા કથિત રીતે લય ગુમાવી રહી છે. સરકારી આંકડાઓ અનુસાર ડિસેમ્બર ત્રિમાસીકમાં ભારતનો વિકાસ દર 6.6 ટકા રહ્યું. અગાઉ તેનાં 6.9 ટકા સુધી રહેવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું હતું. 30 સપ્ટેમ્બર 2018નાં રોજ પુર્ણ થયેલા બીજા ત્રિમાસિકમાં જીડીપી ગ્રોથ 7.1 ટકાથી ઘટીને 7 ટકા કરવામાં આવ્યું હતું, પરંતુ હાલનાં ત્રિમાસિકમાં તેના કરતા પણ ઓછા 6.6 ટકા પર ગ્રોથ રેટ આવીને અટક્યો હતો.
આ આંકડો ભારત સરકારની મિનિસ્ટ્રી ઓફ સ્ટેસ્ટિક્સ દ્વારા બહાર પાડવામાં આવ્યા છે. જો કે સારા સમાચાર છે ઘટી રહેતા ગ્રોથરેટ છતા ભારતે ચીનને પછાડી દીધું છે કારણ કે, આ ત્રિમાસિકમાં ચીનનો વિકાસ દર માત્ર 6.4 ટકા રહ્યો છે. વર્ષ 2017-18માં 7.2 ટકાનાં ગ્રોથ રેટની તુલનાએ વર્ષ 2018-19માં દેશનો વિકાસદર 7 ટકા સુધી પહોંચવાની આશા છે, જેવું કે મિનિસ્ટ્રી ઓફ સ્ટેટિસ્ટિક્સે માહિતી આપી છે. ગત્ત મહિને સેન્ટ્રલ સ્ટેટિસ્કિ્સ ઓફીસ (સીએસઓ)એ ભારતીય અર્થવ્યવસ્થાનાં વિકાસ દર 7.2 ટકા રહેવાનું અનુમાન વ્યક્ત કર્યું હતું.
કયા ક્ષેત્રમાં કેટલો વિકાસ
કાચા તેલ, રિફાઇનરી ઉત્પાદન અને વિજળીનાં ઉત્પાદનમાં નરમીથી આઠ માળખાની વૃદ્ધી આ વર્ષે જાન્યુઆરીમાં ધીમી પડીને 1.8 ટકા રહી હતી. કોલસા, ક્રુડ, પ્રાકૃતિક ગેસ, રિફાઇનરી ઉત્પાદન, સ્ટીલ, સીમેન્ટ અને વિજળીના ક્ષેત્રમાં જાન્યુઆરી 2018માં 6.2 ટકાનો વૃદ્ધી દર જોવા મળ્યો હતો. ક્રુડ ઓઇલ, રિફાઇનરી ઉત્પાદન અને વિજળી ઉત્પાદનમાં જાન્યુઆરીમાં ક્રમશ 4.3 ટકા, 2.6 ટકા અને 0.4 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો.
કોલસા અને સીમેન્ટ ઉદ્યોગમાં ઘટાડો થઇને 1.7 ટકા અને 11 ટકા પર રહી હતી. ગત્ત વર્ષે જાન્યુઆરીમાં આ આંકડો ક્રમશ 3.8 ટકા અને 19.6 ટકા રહ્યો હતો. માળખાગતમ ક્ષેત્રમાં ધીમી વૃદ્ધીનો પ્રભાવ ઔદ્યોગિક ઉત્પાદન સુચકાંક (આઇઆઇપી) પર પણ પડશે કારણ કે કારખાનાના કુલ ઉત્પાદનમાં આ ક્ષેત્રની ભાગીદારી 41 ટકા હોય છે.