મુંબઇ : કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ ગુરૂવારે કહ્યું કે, કાચા તેલની આયાતનાં કારણે દેશને આર્થિક સંકટનો સામનો કરવો પડી રહ્યો છે. તેમણે કહ્યું કે, અમે કાચા તેલની આયાત ઘટાડવા તથા નિકાસ વધારવાની જરૂર છે. ભારત વિશ્વનો ત્રીજો સૌથી મોટો ક્રૂડઓઇલ આયાતક છે. આંતરરાષ્ટ્રીય સ્તર પર ક્રૂડ સતત મોંઘુ થવાનાં કારણે સ્થાનિક પરિવહન ઇંધણ મોંઘુ થઇ રહ્યું છે. અડધા વિશ્વમાં બ્રેંટ ઇન્ડેક્સમાં ક્રૂડ ઓઇલને માનક માનવામાં આવે છે. તે હાલ ચાલ વર્ષનાં ઉચ્ચતમ સ્તર પર 84 બેરલ પ્રતિ ડોલર પર છે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હવે સમય આવી ગયો છે
ગડકરીએ અહીં ઉદ્યોગ મંડળ ફિક્કી દ્વારા આયોજીત ઇન્ડિયા કોમ-2018 સમ્મેલનને સંબોધિત કરતા કહ્યું કે, હવે સમય આવી ચુક્યો છે, જ્યારે દેશને આયાત માટે વૈકલ્પિક ઉત્પાદનો તરફ વલણ કરવું જોઇએ. આપણી પાસે એથેનોલ, મેથેનોલ, સીએનજી અને ઇલેક્ટ્રિક પરિવહન પ્રણાલીનું સમાધાનનો ઉપયોગ કરવાની ઘણી ગુંજાઇશ છે. 

તેમણે કહ્યું કે, ભારત હાલનાં સમયે નવોન્મેષણ, ઉદ્યમીતા, ટેક્નોલોજી, સંશોધન અને વિકાસમાં આગળ છે. ભારતનાં પેટ્રો રસાયણ ક્ષેત્રમાં ઘણી સંભાવનાઓ છે, જો કે અમને આયાતનાં વિકલ્પોની જરૂર છે. પ્રદૂષણ મુક્ત, પડતર અને સ્થાનિક સ્તર અંગે સંભાવનાઓને શોધીને હંમેશા આગળ વધારી શકીએ છીએ. 

ઓપેક દેશ છે જવાબદાર
ગડકરીએ કાચા તેલની કિંમતોમાં વધારાનો દોષ ઓપેક દેશોને આપ્યું. આ સાથે જ તેમણે કહ્યું કે, એક દિવસ એવો સમય આવશે જ્યારે ક્રૂડ ઓઇલ માટે બજાર નહી હોય. મંત્રીએ કહ્યું કે, સરકારે એથેનોલનું ઉત્પાદન વદારવાનો નિર્ણય કર્યો છે જે દેશ માટે ઘણું મહત્વપુર્ણ છે. આ સમય છે જ્યારે ભારતને આયાત વિકલ્પોને શોધવા પડશે. રસાયણ ઉદ્યોગને ક્રૂડ ઓઇલની આયાત માટે સમાધાન શોધવું પડશે. 

શું છે સરકારની આગામી યોજના
ગડકરીએ કહ્યું કે, સરકારની યોજના કોલસામાંથી નિકળેલા મેથેનોલમાંથી ઇલેક્ટ્રિક બસો ચલાવવા માટે મુંબઇ, નવી મુંબઇ, પુણે અને ગુવાહાટીમાં પાયલોટ પ્રોજેક્ટ ચાલુ કરાયો છે. આ પ્રસંગે રસાયણ અને પેટ્રોરસાયણ વિભાગનાં સચિવ પી.રાઘવેન્દ્ર રાવે ક્ષેત્રમાં તકનો ઉલ્લેખ કરતા કહ્યું કે, આ દેશનાં રસાયણ અને પેટ્રોરસાયણ ક્ષેત્રમાં રોકાણ કરવા માટેનો આ યોગ્ય સમય છે. 

પેટ્રોલ-ડીઝલ થઇ જશે સસ્તા
અગાઉ કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરીએ એક મહત્વનું નિવેદન આપ્યું હતું, જેના અનુસાર ઝડપથી દેશમાં ડીઝલ-પેટ્રોલની કિંમતમાં ઘટાડો આવી જશે. ગડકરીએ આ વાતે છત્તીસગઢ મુલાકાત પ્રસંગે દુર્ગમાં કહી. ગડકરીએ કહ્યું કે, પેટ્રોલિયમ મંત્રાલય દેશોમાં 5 ઇથેનોલ નિર્માણ પ્લાન્ટ લગાવવાનું આયોજન છે. ઇથેનોલ લાકડાનાં ઉત્પાદન અને કચરાથી ઉત્પાદિત કરવામાં આવશે. ડીઝલ 50 રૂપિયા અને પેટ્રોલ 55 રૂપિયામાં ઉપલબ્ધ થશે.