ભારત અને ફ્રાંસે કરી સૌથી મોટી અંતરિક્ષ સમજુતી, ચીન પર રહેશે બાજ નજર
ભારત અને ફ્રાંસે મળીને સમુદ્રી નિગરાની માટે 8-10 ઉપગ્રહ મોકલવાની યોજના બનાવી છે, ફ્રાંસીસી અંતરિક્ષ એજન્સી સીએનઇએસના પ્રમુખ જ્યાં યેવ્સ લી ગોલે આ માહિતી આપી
બેંગ્લુરૂ : ભારત અને ફ્રાંસે મળીને સમુદ્ર પર નજર રાખવા માટે 8-10 ઉપગ્રહો મોકલવા માટેની યોજના બનાવી છે. ફ્રાંસના અંતરિક્ષ એજન્સી સીએનઇએસના પ્રમુખ જ્યાં યેવ્સ લી ગોલે આ માહિતી આપી. આ કોઇ પણ દેશ સાથે ભારતની સૌથી મોટી અંતરિક્ષ ભાગીદારી છે. તેમણે જણાવ્યું કે અંતરિક્ષમાં મોકલવામાં આવનારા આઠ - દસ સમુદ્રી સર્વેલન્સ સિસ્ટમનું ફોકસ હિંદ મહાસાગર પર રહેશે. આ ક્ષેત્રમાં ચીનની હાજરી ઝડપથી વધી રહી છે. એવામાં આ પગલાને કારણે ચીન પર નજર રાખવામાં મદદ મળશે.
ગોલે જણાવ્યું કે, ફ્રાંસ, મંગળ અને શુક્ર ગ્રહ પર મોકલનારા અંતરિક્ષ ગ્રહ મિશનો પર ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન (ઇસરો)ની સાથે પોતાની વિશેષજ્ઞતા પણ વહેંચશે. તેમણે કહ્યું કે, સમુદ્ર પર નજર રાખવા માટે નવા ઉપગ્રહોનાં સમુહ પર વાતચીત ચાલુ કરી દીધી છે. નિશ્ચિત રીતે તેમાં સમય લાગશે.
પાંચ વર્ષમાં પુર્ણ થશે યોજના
તેમ પુછવામાં આવતા કે કેટલા ઉપગ્રહ યોજનાનો હિસ્સો હશે. તે અંગે તેમણે કહ્યું કે, તેની સંખ્યા આઠતી દસ રહેશે. સીએનઇએસનાં અધિકારીઓએ જણાવ્યું કે, આ પ્રક્ષેપણનો ઇરાદો સમુદ્રી આવન જાવન પર નજર રાખવાનો છે. ઉપગ્રહોના પ્રક્ષેપણમાં પાંચ વર્ષ કરતા પણ ઓછાનો સમય લાગશે.
આ વર્ષે માર્ચમાં ભારત અને ફ્રાંસે અંતરિક્ષ માટે સંયુક્ત વિઝન રજુ કર્યું ઇસરો અને સીએનઇએસ વચ્ચે સહયોગ મજબુત કરવાનો સંકલ્ય વ્યક્ત કર્યો હતો. સંયુક્ત વિઝન સ્ટેટમેન્ટમાં કહેવામાં આવ્યું કે, ઇસરો અને સીએનઇએસ સંયુક્ત ઉત્પાદનો અને ટેક્નોલોજીના વિકાસ માટે સાથે મળીને કામ કરશે. તેમાં જમીન અને સમુદ્રની સંપત્તીઓના સંરક્ષણ પર નજર રાખવા માટે ઓટોમેટિક આઇડેન્ટીફિકેશન સિસ્ટમનો પણ સમાવેશ થાય છે.