નવી દિલ્હીઃ ભારત અને જર્મની વચ્ચે શુક્રવારે 17 મહત્વપૂર્ણ કરાર અને બીજા ક્ષેત્રોમાં જોઈન્ટ ડિક્લેરેશન ઓફ ઈન્ટેન્ટ કરાયા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને જર્મનીના ચાન્સેલર એન્જેલા માર્કેલ વચ્ચેની દ્વીપક્ષીય વાટાઘાટો પછી આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ, શિક્ષણ, કૃષિ, મેરિટાઈમ ટેક્નોલજી અને ગ્રીન અર્બન મોબિલિટી મુદ્દે જોઈન્ટ ડિક્લેરેશન ઓફ ઈન્ટેન્ટ કરવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, જર્મનીના ચાન્સેલર એન્જેલા માર્કેલ બે દિવસની ભારત મુલાકાતે આવ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભારતના વિદેશ મંત્રાલય દ્વારા જાહેર કરાયેલી એક પ્રેસનોટ અનુસાર બંને દેશો વચ્ચે વૈજ્ઞાનિક અને ટેક્નોલોજીકલ ક્ષેત્રે સહકાર, શૈક્ષણિક ક્ષેત્રે સહકાર અને પરંપરાગત ઈલાજ પદ્ધતિ આયુર્વેદ, યોગા અને મેડિટેશન જેવા ક્ષેત્રે સહકાર માટે જુદા-જુદા એમઓયુ કરવામાં આવ્યા હતા. 


ભારત-જર્મની વચ્ચે 5 જોઈન્ટ ડિક્લેરેશન ઓફ ઈન્ટેન્ટ
1. 2020-2024 સુધી દ્વીપક્ષીય સલાહસુચન મેળવવા
2. વિવિધ વ્યૂહાત્મક પ્રોજેક્ટ મુદ્દે સહકાર
3. ઈન્ડો-જર્મન પાર્ટનરશીપ ફોર ગ્રીન અર્બન મોબિલિટી
4. આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ(AI) ક્ષેત્રે સંશોધન અને વિકાસ માટે સંયુક્ત સહકાર 
5. સમુદ્રી કચરાની રોકથાન મુદ્દે સહકાર 


મોબાઈલ કોલ રિંગ 30 સેકન્ડ અને લેન્ડલાઈન 60 સેકન્ડ વાગશેઃ TRAIનો નિર્ણય


ભારત-જર્મની વચ્ચે થયેલા 17 કરાર 
1. ઈસરો અને જર્મન એરોસ્પેસ સેન્ટર વચ્ચે માહિતીના આદાન-પ્રદાન અંગે કરાર. 
2. નાગરિક ઉડ્ડયન ક્ષેત્રે જોઈન્ટ ડિક્લેરેશન ઓફ ઈન્ટેન્ટ(JDI)
3. ઈન્ટરનેશનલ સ્માર્ટ સિટી નેટવર્ક મુદ્દે સહકાર માટે JDI
4. કૌશલ્ય વિકાસ અને વોકેશનલ શિક્ષણ-તાલીમ ક્ષેત્રે સહકાર માટે JDI
5. સ્ટાર્ટ-અપ ક્ષેત્રે આર્થિક સહકાર માટે JDI


6. કૃષિ બજાર વિકાસ ક્ષેત્રે દ્વિપક્ષીય પ્રોજેક્ટની સ્થાપના માટે JDI
7. વિકલાંગ કામદારો અને વીમાધારકો માટે પુનઃસ્થાપન અને વોકેશનલ ટ્રેનિંગ પ્રોગ્રામ, વ્યવસાયિક બિમારીઓ ક્ષેત્રે સહકાર માટે MOU
8. ઘરેલુ માર્ગ, સમુદ્રી માર્ગ અને મેરિટાઈમ ટેક્નોલોજી ક્ષેત્રે સહકાર માટે MOU
9. વૈજ્ઞાનિક અને ટેક્નોલોજીકલ સંશોધન ક્ષેત્રને પ્રોત્સાહ, વિસ્તરણ અને સ્થાપના માટે MOU
10. આયુર્વેદ, યોગ અને મેડિટેશન ક્ષેત્રે શૈક્ષણિક સહકાર માટે MOU
11. ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે ઈન્ડો-જર્મન ભાગીદારીના સમયગાળાને લંબાવા માટે MOU


GST કલેક્શનમાં 5.29 %નો ઘટાડો, ઓક્ટોબરમાં થયું 95,380 કરોડ, સરકારની ચિંતા વધી


12. કૃષિ ક્ષેત્રે ટેક્નીકલ અને પ્રોફેશનલ તાલીમ માટે સહકાર માટે બંને દેશની સંસ્થાઓ વચ્ચે MOU
13. બંને દેશ વચ્ચે ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે ભાગીદારી માટે MOU
14. ટકાઉ વિકાસ માટે બંને દેશની સંસ્થાઓ વચ્ચે JDI
15. સાંસ્કૃતિક ક્ષેત્રે સહકાર માટે બંને દેશની સંસ્થાઓ વચ્ચે MOU
16. ઓલ ઈન્ડિયા ફૂટબોલ ફેડરેશન અને ડેશર ફૂટબોલ બન્ડ વચ્ચે MOU
17. ઈન્ડો-જર્મન માઈગ્રેશન એન્ડ મોબિલિટી પાર્ટનરશીપ એગ્રીમેન્ટના મહત્વના મુદ્દે JDI


એન્જેલા માર્કેલ સાથે મુલાકાત પછી વડાપ્રધાન મોદીએ ટ્વીટ કરીને કહ્યું કે, "આજે ચાન્સેલર માર્કેલ સાથેની વાટાઘાટો અત્યંત વ્યાપક અને ફળદાયી રહી. અમે ભારત-જર્મનીના સંબંધો મુદ્દે ઊંડી ચર્ચા કરી છે. ચાન્સેલર માર્કેલ દુનિયાના સૌથી વિશિષ્ટ અને સન્માનિત નેતાઓમાંના એક છે. તેની સાથે જ તેઓ ભારતના સૌથી સારા મિત્ર છે."


જુઓ LIVE TV....


ભારતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....