નવી દિલ્હી : પોખરણમાં થયેલ પરમાણુ પરિક્ષણને આજે 20 વર્ષ પુરા થઇ ચુક્યા છે. ખાસ વાત છે કે 20 વર્ષ પહેલા પણ પરમાણું પરિક્ષણનો દિવસ બુધ પુર્ણિમા જ હતો. જો કે તારીખની દ્રષ્ટીએ તે દિવસ 11 મે, 1998નો હતો, જો કે હિન્દુ મહિના અનુસાર પરમાણુ શક્તિનાં ઐતિહાસિક દિવસને 20 વર્ષ પુરા થઇ ચુક્યા છે.વડાપ્રધાન મોદીએ તેનો ઉલ્લેખ રેડિયોમાં પોતાનાં માસિક કાર્યક્રમ મન કી બાતમાં કર્યો હતો. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વડાપ્રધાન નરેન્દ્રમોદીએ રવિવારે કહ્યું કે, 20 વર્ષ પહેલા કરવામાં આવેલ પોખરણ-2 પરમાણુ પરીક્ષણે સમગ્ર વિશ્વમાં ભારતની પરમાણુ ક્ષમતાનો પરિચય આપ્યો હતો. મોદીએ લોકોને બુદ્ધ પુર્ણિમાંની શુભકામનાઓ આપતા કહ્યું કે, આ પરીક્ષણ બુદ્ધ પુર્ણિમાનાં દિવસે મે, 1998નાં રોજ કરવામાં આવ્યું હતું. વડાપ્રધાને પોતાનાં માસિક રેડિયો સંબધન મન કી બાતમાં દેશને સંબોધિત કરતા કહ્યું કે, 11 મે, 1998નાં રોજ દેશને પશ્ચિમી છેડા રાજસ્થાનનાં પોખરણમાં પરમાણુ પરિક્ષણ કર્યું હતું. 

પોખરણ પરીક્ષણ થયે 20 વર્ષ થઇ ચુક્યા છે અને આ પરીક્ષણ માત્ર સફળ જ નહોતું રહ્યું પરંતુ આ પરિક્ષણ દ્વારા ભારતે પોતાની શક્તિ અને ટેક્નોલોજીનો પણ પરિચય આપ્યો હતો. આપણે તેમ પણ કહી શકીએ છીએ કે આ તારીખ ભારતનાં ઇતિહાસમાં દેશની સૈન્ય શક્તિનાં પ્રદર્શન તરીકે નોંધાઇ છે. વડાપ્રધાને કહ્યું કે, ભગવાન બુદ્ધે કહ્યું હતું કે શાંતિથી રહેવા માટે આંતરિક શક્તિ ખુબ જ જરૂરી છે અને ભારતે પણ શાંતિથી રહેવા માટે પરમાણુ શક્તિ પ્રાપ્ત કરી લીધી છે. 

ભગવાન બુદ્ધ વિશ્વને દેખાડી દીધું કે આંતરિક શક્તિ અથવા આત્માની શક્તિ શાંતિ માટે ખુબ જ જરૂરી છે. આ પ્રકારે જો તમે એક દેશનાં સ્વરૂપે મજબુત છો તો તમે બીજા દેશોની સાથે શાંતિ પુર્વક રહી શકો છો.