ભારતમાં નીકળ્યો સોનાનો અધધ ખજાનો! હવે કોની પાસે રહેશે સોનાનો આટલો મોટો ભંડાર?
Gold Treasure Found in India: ઓડિશા વિધાનસભામાં BJPના વિધાનસભ્ય સુધીર સમા દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નનો ખાણ મંત્રી પ્રફુલ્લ કુમાર મલિકે જવાબ આપ્યો હતો. તેમને જણાવ્યું હતું કે, ભારતીય ભૂસ્તરશાસ્ત્રીય સર્વેક્ષણ અને રાજ્યના ખાણ અને ભૂસ્તર નિયામક દ્વારા હાથ ધરવામાં આવેલા સર્વેક્ષણમાં ત્રણ જિલ્લાઓ દેવગઢ, કેઓંઝર અને મયુરભંજમાં સોનાના ભંડારના સંકેત મળ્યા છે.
Gold Treasure Found in India: એક તરફ ભારતમાં સતત રોજગારી અને મોંઘવારીનો મુદ્દો ચર્ચામાં રહેતો હોય છે. વિપક્ષ પણ સતત આ મુદ્દે સરકારને ઘેરવાનો પ્રયાસ કરતી રહે છે. ત્યારે હવે જે સમાચારો સામે આવ્યાં છે એ જોતા જો એ મુજબ બધી સાચ્ચુ ઠરે તો ભારતની તમામ સમસ્યા હલ થઈ જાય. કારણકે, એવા સામાચારો મળ્યાં છેકે, ભારતમાં સોનાનો ખજાનો મળ્યો છે.
લિથિયમ બાદ હવે ભારતને હાથ લાગ્યો સોનાનો ખજાનો, આ રાજ્યના ત્રણ જિલ્લામાં છે ખીણો, સરકારે આપી જાણકારીભારતીય ભૂસ્તરશાસ્ત્રીય સર્વેક્ષણ અને રાજ્યના ખાણ અને ભૂસ્તર નિયામક દ્વારા હાથ ધરવામાં આવેલા સર્વેક્ષણમાં ઓડિશાના ત્રણ જિલ્લાઓમાં સોનાના ભંડારના સંકેત મળ્યાઓડિશામાં સર્વેમાં સોનાનો ભંડાર હોવાના સંકેત દેવગઢ, કેઓંઝર અને મયુરભંજમાં સોનાના ભંડારના સંકેત મળ્યા છે.
તાજેતરમાં જ જમ્મુ-કાશ્મીરમાં પણ મળ્યો છે લિથિયમનો ભંડાર. ઓડિશામાં સર્વેમાં સોનાનો ભંડાર હોવાના સંકેત મળી રહ્યા છે. ઓડિશામાં ખાણ મંત્રી પ્રફુલ્લ કુમાર મલિકે સોમવારે વિધાનસભામાં આ માહિતી આપી હતી. નોંધનીય છે કે, તાજેતરમાં જ જમ્મુ-કાશ્મીરમાં લિથિયમનો ભંડાર મળી આવ્યો છે. તેની કુલ ક્ષમતા 59 લાખ ટન છે. આ શોધ બાદ ભારત ચિલી અને ઓસ્ટ્રેલિયા પછી લિથિયમ આયનનો ભંડાર ધરાવતો વિશ્વનો ત્રીજો દેશ બની ગયો છે.
ઓડિશા વિધાનસભામાં BJPના વિધાનસભ્ય સુધીર સમા દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નનો ખાણ મંત્રી પ્રફુલ્લ કુમાર મલિકે જવાબ આપ્યો હતો. તેમને જણાવ્યું હતું કે, ભારતીય ભૂસ્તરશાસ્ત્રીય સર્વેક્ષણ અને રાજ્યના ખાણ અને ભૂસ્તર નિયામક દ્વારા હાથ ધરવામાં આવેલા સર્વેક્ષણમાં ત્રણ જિલ્લાઓ દેવગઢ, કેઓંઝર અને મયુરભંજમાં સોનાના ભંડારના સંકેત મળ્યા છે.