નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીનાં નિધન અંગે શોક વ્યક્ત કર્યો હતો. પોતાનાં શોક સંદેશમાં તેમણે કહ્યું કે, વાજપેયીજીનું નિધન સંપુર્ણ રાષ્ટ્ર માટે અપુર્ણ ક્ષતી છે. આપણે એક અનમોલ રતન ગુમાવી દીધો છે. વડાપ્રધાન મોદીએ કહ્યું કે, મારા માટે અટલજીનું જીવન પિતાનો પડછાયો ઉઠવા જેવું છે. તેમણે મને સંગઠન અને શાસનમાં કામ કરવાનો અર્થ સમજાવ્યો હતો. તેઓ જ્યારે પણ મળતા હતા પિતાની જેમ આત્મીયતા સાથે ગળે મળતા હતા. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વડાપ્રધાને કહ્યું કે, અટલજીની ઉણપ ક્યારે પણ પુર્ણ થવી શક્ય નથી. તેમણે કુશળ નેતૃત્વનાં કારણે જનસંઘથી માંડીને ભાજપ સુધી આ સંગઠનોને મજબુતી સાથે બેઠા કર્યા. તેમણે ભાજપની વિચારધારાને જનમાનસ સુધી પહોંચાડી. તેમની દ્ધઢ નિશ્ચોનું પરિણામ છે કે ભાજપ આજ અહીં સુધી પહોંચ્યું છે. તેમનું ઓજસ્વી, તેજસ્વી વ્યક્તિત્વ સદા દેશવાસીઓનું માર્ગદર્શન કરતું રહેશે. 


વડાપ્રધાન મોદીએ કહ્યું કે, આ દુખની ઘડીમાં હું અટલજીનાં ચરણોમાં આદરપુર્વક પોતાની શ્રદ્ધાંજલી અર્પીત કરૂ છું. અત્રે ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન વાજપેયીનું ગુરૂવારે સાંજે 05.05 વાગ્યે નિધન થઇ ગયું હતું. તેઓ લાંબા સમયથી બિમાર હતા. 11 જુનથી દિલ્હીની એમ્સમાં દાખલ હતા. તેમનું પાર્થિવ શરીર શુક્રવારે ભાજપ મુખ્યમથક ખાતે અંતિમ દર્શન માટે મુકાશે. અહીંથી તેમની અંતિમ યાત્રા બપોરે 1 વાગ્યે ચાલુ થઇને રાષ્ટ્રીય સ્મૃતિ સ્થળ પહોંચશે. સાંજે 4 વાગ્યે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવીશે.