જમ્મુ: પાકિસ્તાન તરફથી છેલ્લા કેટલાક સમયથી ડ્રોનથી થઈ રહેલા હુમલા સુરક્ષાદળો માટે ચિંતાનો વિષય બની રહ્યા છે. જો કે હવે સુરક્ષાદળોએ તેનો પણ તોડ શોધી નાખ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભારતે તૈયાર કરી દેશી એન્ટી ડ્રોન ગન
ભારતીય સેનાએ હવે પાકિસ્તાનના ડ્રોનવાળા ષડયંત્રને નિષ્ફળ બનાવવા માટે નવી ગન(Anti Drone Gun) તૈયાર કરી લીધી છે. આ ગન પાકિસ્તાન તરફથી મોકલવામાં આવેલા કોઈ પણ ફ્લાઈંગ ઓબ્જેક્ટને તોડી પાડવા માટે સક્ષમ છે. આ ટેક્નિકની સાથે 3 ઈન્સાસ રાયફલ્સને દેશી ટેક્નિક સાથે એ રીતે જોડવામાં આવી છે કે ટ્રિગર દબાવતા એક સાથે ત્રણ ગન પોતાના ટાર્ગેટ પર ફાયર કરી શકે છે. 


Niyaaz એ Biryani ની એડમાં લગાવ્યો હિન્દુ સંતનો ફોટો, વધતા તણાવ વચ્ચે કર્ણાટકના આ શહેરમાં બધી હોટલ બંધ કરાવાઈ


રાત દિવસ ગોળીઓ વરસાવી શકે છે
એક ગનની મેગેઝીનમાં 20 રાઉન્ડ એટલે કે 20 ગોળીઓ આવે છે. આ પ્રકારની જ્યારે ત્રણ ગન એક સાથે ફાયર ક રે છે ત્યારે એક મિનિટમાં 60 ગોળીઓ નીકળીને દુશ્મનના ડ્રોનને પાડી શકે છે. અંધારાનો ફાયદો ઉઠાવીને ડ્રોન બચવામાં સફળ ન થાય તે માટે  બુલેટ મેગેઝીમાં રોશની કરનારું ટ્રેસર બુલેટ પણ લગાવવામાં આવ્યું છે. આ ટ્રેસર બુલેટ ફાયર પોઝીશનને બતાવતું રહે છે. 


Arjun, Alia, Deepika ની સાથે સાથે આ સેલેબ્સ પણ કરી ચૂક્યા છે સેક્સ વિશે ચોંકાવનારા ખુલાસા


360 ડિગ્રી એંગલ સુધી ઘૂમી શકે છે ગન
મળતી માહિતી મુજબ આ એન્ટી ડ્રોન ગન લગભગ 700થી 800 મીટર હવામાં 360 ડિગ્રી એંગલ સુધી ઘૂમીને લક્ષ્ય સાંધી શકે છે. આ ખતરનાક મારક ક્ષનમતાવાળી ગનના મારથી બચવું દુશ્મન ડ્રોન માટે મુશ્કેલ બની રહેશે. સુરક્ષાદળોનું માનવું છે કે આ ગનના ઉપયોગ બાદ દુશ્મનોને ભારતીય સરહદમાં ડ્રગ્સ અને હથિયારો ફેંકતા પણ રોકી શકાશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube