નવી દિલ્હીઃ દેશમાં ઝડપથી કોરોના સરીકરણ (corona vaccination) અભિયાન ચાલી રહ્યું છે. બાકી દેશોની અપેક્ષામાં ભારતમાં સૌથી વધુ કોરોના રસી લગાવવામાં આવી છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય અનુસાર દેશમાં અત્યાર સુધી કુલ 87,40,000થી વધુ લોકોને કોરોના વેક્સિન આપવામાં આવી છે. તેમાંથી 85,70,000ને પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે અને 1,70,000 થી વધુને બીજો ડોઝ આપવામાં આવ્યો છે. તો નીતિ આયોગના સભ્ય ડો. વીકે પોલે જણાવ્યુ કે, ભારતથી અત્યાર સુધી 24 દેશોમાં કોરોના વેક્સિન મોકલવામાં આવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દેશમાં ચાલી રહેલા રસીકરણની વાત કરીએ તો મંત્રાલય અનુસાર રાજસ્થાન, સિક્કિમ, ઝારખંડ, મિઝોરમ, કેરલ, ઉત્તર પ્રદેશ, છત્તીસગઢ, એમપી, ઉત્તરાખંડ, ઓડિશા, હિમાચચલ પ્રદેશ, ત્રિપુરા અને બિહારમાં 70 ટકાથી વધુ સ્વાસ્થ્ય કર્મીઓને કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવી ચુક્યો છે. 


સ્વાસ્થ્ય વિભાગે જણાવ્યુ કે, લદ્દાખ, ઝારખંડ, અસમ, ઉત્તર પ્રદેશ, તેલંગણા, ગુજરાત અને ગોવામાં 60થી વધુ સ્વાસ્થ્ય કર્મીઓને કોરોનાનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. 


આ પણ વાંચોઃ Corona Virus ના સાઉથ આફ્રિકા અને બ્રાઝિલ સ્ટ્રેનની ભારતમાં એન્ટ્રી


ઝડપથી ઘટી રહ્યા છે કોરોનાના નવા કેસ
આ સાથે મંત્રાલયે જણાવ્યું કે, દેશમાં કોરોના (Corona) ના સક્રિય કેસ 1,40,000થી પણ ઓછા થઈ ગયા છે. ક્યૂમુલેટિવ પોઝિટિવિટી રેટ 5.27 ટકા છે અને તે સતત ઘટી રહ્યો છે. છેલ્લા 15 દિવસના આંકડા જુઓ તો નવા કેસની રેન્જ 12,900 પ્રતિદિનથી લઈને 9000 પ્રતિદિન સુધી છે. 


બ્રિટનથી આવતા યાત્રીકોનો થઈ રહ્યો છે ટેસ્ટ
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ રાજેશ ભૂષણે કહ્યુ કે, અમે બ્રિટનથી આવનાર યાત્રીકો માટે આરટી-પીસીઆરનો ટેસ્ટ ફરજીયાત કર્યો છે. જેમાં કોરોના પોઝિટિવ આવ્યો છે તેનો જીનોમ સિક્વન્સ કરવામાં આવી રહ્યો છે. અમારા માટે આ એક સારી રણનીતિ છે. આ સાથે તેમણે કહ્યું કે, મને આશા છે કે અમે દક્ષિણ આફ્રિકા અને બ્રાઝિલથી આવતી ફ્લાઇટો માટે આ રણનીતિનું પાલન કરી શકીએ છીએ. 


આ પણ વાંચોઃ આ દિવસથી 50 વર્ષથી વધુ ઉંમરના લોકોને મળશે Corona vaccine, જાણો શું બોલ્યા સ્વાસ્થ્ય મંત્રી


રાજેશ ભૂષણ અનુસાર છેલ્લા સાત દિવસમાં દેશમાં દસ લાખ લોકો વચ્ચે માત્ર 56 કોરોનાના નવા કેસ સામે આવ્યા છે. કેરલ અને મહારાષ્ટ્રમાં ક્રમશઃ 61,550 અને 37,383 કોરોનાના સક્રિય કેસ છે, જે દેશના કુલ સક્રિય કેસમાં 72 ટકા છે. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube